ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું. આ સફળ પ્રવાસ પછી ટીમ ઇન્ડિયાના મોટાભાગના ખેલાડીઓ ભારત પરત ફર્યા, પરંતુ ટીમનો આ ઓપનર હજુ સુધી પરત ફર્યો નથી.
યશસ્વી જયસ્વાલ હાલમાં એક છોકરી સાથે ફ્રાન્સમાં રજાઓ એન્જોય કરી રહ્યો છે. આ છોકરી યશસ્વી જયસ્વાલને પ્રોત્સાહન આપવા માટે તેની દરેક મેચમાં પહોંચે છે. ઓવલ ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલે સદી ફટકારી ત્યારે પણ આ છોકરી મેદાનમાં હાજર હતી. છેલ્લી ટેસ્ટ મેચમાં સદી પૂર્ણ કર્યા પછી, યશસ્વી જયસ્વાલે પણ આ છોકરી સામે હાથથી હાર્ટ શેપ બનાવ્યો હતો.
કોણ છે આ છોકરી?
ટીમ ઈન્ડિયાના ઓપનર યશસ્વી જયસ્વાલ ઘણીવાર ઈંગ્લેન્ડની રહેવાસી મેડી હેમિલ્ટન સાથે જોવા મળે છે. હાલમાં યશસ્વી ફ્રાન્સના પેરિસમાં મેડી હેમિલ્ટન સાથે રજાઓ એન્જોય કરી રહ્યો છે. યશસ્વીએ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, પરંતુ આ તસવીરોમાં મેડી હેમિલ્ટન જોવા મળી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ મેડી પેરિસમાં યશસ્વી સાથે હાજર છે.
મીડિયા રિપોર્ટ મુજબ યશસ્વી જયસ્વાલ હાલમાં મેડી હેમિલ્ટનને ડેટ કરી રહ્યો છે. ઈંગ્લેન્ડ પ્રવાસ પૂરો થયા પછી ટીમ ઈન્ડિયાનો આ ઓપનિંગ બેટ્સમેન મેડી સાથે ફ્રાન્સમાં રજાઓ એન્જોય કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ બંને છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.
ન્યુટ્રીશયન એક્સપર્ટ છે મેડી હેમિલ્ટન
મેડી હેમિલ્ટન ઈંગ્લેન્ડની છે અને ન્યુટ્રીશયન એક્સપર્ટ છે. તે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે. તેને ઈન્સ્ટાગ્રામ પર મેડીજન્યુટ્રી નામનું એક પેજ બનાવ્યું છે, જેમાં તે હેલ્થ અને ડાયટ સંબંધિત પોસ્ટ્સ પોસ્ટ કરતી રહે છે. યશસ્વી જયસ્વાલ મેડીના ભાઈ હેનરી હેમિલ્ટન સાથે ખૂબ જ સારા મિત્રો છે. વર્ષ 2018 માં હેનરીએ પહેલીવાર ઈન્સ્ટાગ્રામ પર યશસ્વી સાથેનો ફોટો શેર કર્યો હતો. આ દર્શાવે છે કે તેમની મિત્રતા ખૂબ જૂની છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં યશસ્વી જયસ્વાલનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું હતું.
ઈંગ્લેન્ડમાં યશસ્વીનું પ્રદર્શન
ઓપનર યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું. તેને પાંચ ટેસ્ટ મેચની 10 ઈનિંગમાં 41.10 ની એવરેજથી 411 રન બનાવ્યા. જેમાં બે સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે. યશસ્વી જયસ્વાલે અત્યાર સુધીમાં ટેસ્ટ ક્રિકેટમાં 6 સદી ફટકારી છે.