પાકિસ્તાનના સુપરસ્ટાર બેટ્સમેન બાબર આઝમનો ખરાબ સમય સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યો. બાબર સતત બે સિરીઝમાં બેટથી નિષ્ફળ રહ્યો છે. જેની અસર ICC રેન્કિંગમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે.


આ દરમિયાન ભારતીય ટીમના ODI કેપ્ટન રોહિત શર્માને મોટી લોટરી લાગી છે. જેના કારણે તેને ICC ODI રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. આ સાથે 3 વધુ ખેલાડીઓ પણ ODI રેન્કિંગમાં ટોપ 10 માં સ્થાન મેળવ્યું છે.

રોહિત શર્માને લાગી લોટરી

વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાન વચ્ચેની ODI સિરીઝ સમાપ્ત થયા પછી ICC એ ODI રેન્કિંગ જાહેર કર્યું છે. જેમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને 1 સ્થાનનો ફાયદો થયો છે. જેના કારણે તે રેન્કિંગમાં 2 નંબર પર પહોંચી ગયો છે. બાબર આઝમ 1 સ્થાન ગુમાવીને 3 નંબર પર પહોંચી ગયો છે.


ભારતીય સ્ટાર શુભમન ગિલ હજુ પણ ટોપ પર છે. અનુભવી વિરાટ કોહલી રેસમાં 4 નંબર પર જોવા મળે છે. ટોપ 1 માં કોઈ ખાસ ફેરફાર થયો નથી. ભારતીય સ્ટાર શ્રેયસ ઐયર હજુ પણ 8 નંબર પર છે. ટ્રેવિસ હેડ 1 સ્થાનના ફાયદા સાથે 12 નંબર પર પહોંચી ગયો છે.

બોલિંગ રેન્કિંગમાં સિરાજ અને શમીને થયું નુકસાન

જો આપણે ICC ODI રેન્કિંગમાં બોલરો પર નજર કરીએ તો ટોપ 10 માં કોઈ ફેરફાર થયો નથી. કુલદીપ યાદવ બીજા નંબરે છે જ્યારે રવિન્દ્ર જાડેજા 9મા નંબરે છે. વેસ્ટ ઈન્ડિઝના ગુડાકેશ મોતીને 5 સ્થાનનો ફાયદો થયો છે. જેના કારણે તે 12મા નંબરે પહોંચી ગયો છે.

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીને 1-1 સ્થાનનું નુકસાન થયું છે. જ્યારે શમી હવે 14મા નંબરે છે, ત્યારે સિરાજ 15મા નંબરે છે. વેસ્ટ ઈન્ડિઝના જાડેન શિલ્સ હવે 24 સ્થાનના ફાયદા સાથે 33મા નંબરે છે.


  • Follow us on: