ભારતીય ક્રિકેટ ટીમ તાજેતરના વર્ષોમાં ICC ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરી રહી છે, અને સ્ટાર ઓપનર સંજુ સેમસનને વિશ્વાસ છે કે આ વલણ ચાલુ રહેશે. તેમનું માનવું છે કે વર્તમાન પ્રતિભાશાળી ખેલાડીઓ સાથે ભારત આગામી વર્ષોમાં ઘણી વધુ ICC ટ્રોફી જીતી શકે છે.
ICC ટુર્નામેન્ટમાં ભારતનો દબદબો
ભારતે તાજેતરમાં ICC T20 વર્લ્ડકપ 2026 જીત્યો હતો, જેમાં સંજુ સેમસનએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન 321 રન બનાવ્યા હતા અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ પણ જીત્યો હતો. સંજુ સેમસને વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સામે સતત ત્રણ મેચમાં અડધી સદી ફટકારી હતી.
ભારત હાલમાં ઘણા ICC વર્લ્ડકપનો ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. તાજેતરના વર્ષોમાં ટીમે ICC U19 મહિલા T20 વર્લ્ડકપ, ICC U19 મેન્સનો ODI વર્લ્ડકપ, ICC મહિલા ODI વર્લ્ડકપ, ICC ચેમ્પિયન્સ ટ્રોફી અને ICC મેન્સનો T20 વર્લ્ડકપ જેવા મોટા ટાઈટલ જીત્યા છે.
નવી દિલ્હીમાં BCCI નમન એવોર્ડ્સ 2026માં બોલતા સંજુ સેમસને કહ્યું કે ભારતમાં પ્રતિભાશાળી ખેલાડીઓની કોઈ કમી નથી અને આવનારા વર્ષોમાં આવા પરાક્રમોનું વારંવાર પુનરાવર્તન કરી શકે છે. તેમને કહ્યું કે દેશમાં જે પ્રકારના ખેલાડીઓ સતત ઉભરી રહ્યા છે તેને જોતાં ભારત ભવિષ્યમાં ICC ટુર્નામેન્ટમાં વધુ મોટી સફળતા પ્રાપ્ત કરશે.
વર્લ્ડકપ જીતવો એ સ્વપ્ન સાકાર થવા જેવું: સંજુ સેમસન
સંજુ સેમસને T20 વર્લ્ડકપ જીતને તેના કરિયરની સૌથી ખાસ ક્ષણ ગણાવી. તેને કહ્યું કે બે વર્ષ પહેલા તેને પોતાના દેશ માટે વર્લ્ડકપ જીતવાનું સ્વપ્ન જોયું હતું, અને હવે તે સ્વપ્ન સાકાર થયું છે. તેને સમજાવ્યું કે તેના કરિયરમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે, પરંતુ ટીમે તેને યોગ્ય સમયે તક આપી, અને તેને ટીમમાં યોગદાન આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો.
સંજુ સેમસનના મતે ટુર્નામેન્ટ દરમિયાન તેનું ધ્યાન તેના વ્યક્તિગત પ્રદર્શન કરતાં ટીમની જરૂરિયાતો પર વધુ હતું. તેને વિશ્વાસ હતો કે જો તે તેની ભૂમિકા યોગ્ય રીતે ભજવશે, તો તે ટીમને જીતવામાં મદદ કરશે.
આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!