સ્કોટલેન્ડે ભારત અને શ્રીલંકામાં યોજાનાર ICC T20 વર્લ્ડકપ 2026 માટે પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. બાંગ્લાદેશે ના પાડ્યા બાદ સ્કોટલેન્ડને T20 વર્લ્ડકપ 2026માં સામેલ કરવામાં આવ્યું હતું. વર્લ્ડકપ ટીમની કમાન અનુભવી ઓલરાઉન્ડર રિચી બેરિંગટનને સોંપવામાં આવી છે.

38 વર્ષના રિચી બેરિંગટનને 100થી વધુ T20I મેચ રમવાનો અનુભવ છે. તેના નામે 2000થી વધુ રન છે. ખાસ વાત એ છે કે આ વર્લ્ડકપ ટીમમાં 11 ખેલાડીઓ છે, જે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાયેલા T20 વર્લ્ડકપ 2024નો પણ ભાગ રહી ચૂક્યા છે.

જૈનુલ્લાહ એહસાનને મળ્યો ચાન્સ

સ્કોટલેન્ડના નવા હેડ કોચ ઓવેન ડોકિન્સ, જેમને ગયા મહિને જ આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા, તેમને આ ટીમની પસંદગી કરી છે. જૈનુલ્લાહ એહસાનને ટીમમાં પહેલી તક આપવામાં આવી છે. અફઘાનિસ્તાનમાં જન્મેલા આ ફાસ્ટ બોલરે તાજેતરમાં જ સ્કોટલેન્ડ માટે રમવા માટે ક્વોલિફાય કર્યું છે. ટોમ બ્રુસ, ફિનલે મેક્રિથ અને ઓલિવર ડેવિડસન પણ પહેલીવાર વર્લ્ડકપ માટે ભારતનો પ્રવાસ કરશે. ઉપલબ્ધ મર્યાદિત સમયને ધ્યાનમાં રાખીને બે ટ્રાવેલિંગ રિઝર્વ અને 3 નોન-ટ્રાવેલિંગ રિઝર્વની પણ પસંદગી કરવામાં આવી છે.

https://twitter.com/CricketScotland/status/2015839652804968604

હેડ કોચે ટીમમાં વ્યક્ત કર્યો વિશ્વાસ

ક્રિકેટ સ્કોટલેન્ડના હેડ ઓફ પર્ફોર્મન્સ સ્ટીવ સ્નેલે જણાવ્યું હતું કે ટીમ સંતુલિત છે અને ભારતીય પરિસ્થિતિઓના પડકારોનો સામનો કરવા સક્ષમ છે. તેમને ખાસ કરીને જૈનુલ્લાહ એહસાન અને ઓલિવર ડેવિડસનની મહેનત અને કૌશલ્યની પ્રશંસા કરી. હેડ કોચ ઓવેન ડોકિન્સે કહ્યું કે આટલા ટૂંકા સમયમાં તૈયારી કરવી પડકારજનક હોવા છતાં ટીમમાં એવા ખેલાડીઓ છે જે મોટા મંચ પર પ્રભાવ પાડવા સક્ષમ છે. તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો કે સ્કોટલેન્ડની ટીમ ભારતમાં આ મોટી ટુર્નામેન્ટમાં મજબૂત પ્રદર્શન કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

T20 વર્લ્ડકપ 2026 માટે સ્કોટલેન્ડ ટીમ

રિચી બેરિંગટન (કેપ્ટન), ટોમ બ્રુસ, મેથ્યુ ક્રોસ, બ્રેડલી કરી, ઓલિવર ડેવિડસન, ક્રિસ ગ્રીવ્સ, જૈનુલ્લાહ એહસાન, માઈકલ જોન્સ, માઈકલ લીસ્ક, ફિનલે મેક્રિથ, બ્રેન્ડન મેકમુલેન કોર્સ્ટોર્ફિન, જ્યોર્જ મુન્સે, સફયાન શરીફ, માર્ક વોટ, બ્રેડલી વ્હીલ.

ટ્રાવેલિંગ રિઝર્વ: જેસ્પર ડેવિડસન, જેક જાર્વિસ

નોન-ટ્રાવેલિંગ રિઝર્વ: મેકેન્ઝી જોન્સ, ક્રિસ મેકબ્રાઈડ, ચાર્લી ટિયર

આ પણ વાંચો: Yashasvi Jaiswalને ટીમમાંથી કરવામાં આવ્યો બહાર! આ લેવામાં આવ્યો મોટો નિર્ણય