ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવન તેની ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે સગાઈ કરી ચૂક્યા છે. બંને છેલ્લા કેટલાક સમયથી ડેટિંગ કરી રહ્યા છે અને તેમના સંબંધો વિશે ખુલ્લેઆમ વાત કરી રહ્યા છે. તેને ઈન્સ્ટાગ્રામ પર સગાઈનો ફોટો શેર કરીને ફેન્સ સાથે સારા સમાચાર શેર કર્યા. ધવન સોફી કરતા 5 વર્ષ મોટો છે.


શિખર ધવને ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે જેમાં તે અને સોફી સગાઈની વીંટી પકડીને બેઠા છે. કેપ્શનમાં ધવને લખ્યું છે, "સ્માઈલ શેર કરવાથી લઈને સપના શેર કરવા સુધી, અમારી સગાઈ માટે અમને મળેલા બધા પ્રેમ, આશીર્વાદ અને શુભકામનાઓ માટે આભારી છીએ કારણ કે અમે હંમેશા સાથે રહેવાનું નક્કી કરીએ છીએ."

સોફી શાઈન કોણ છે?

સોફી આયર્લેન્ડની છે. તે પ્રોડક્ટ કન્સલ્ટન્ટ છે અને હાલમાં અબુ ધાબીમાં સેકન્ડ વાઈસ પ્રેસિડેન્ટ તરીકે કામ કરે છે. 1990માં જન્મેલી સોફી શાઈન 36 વર્ષની છે. તેણે લિમેરિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી માર્કેટિંગ અને મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે.


શિખર ધવનને સોફી સાથે કેવી રીતે પ્રેમ થયો?

2023માં શિખર ધવન મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો, તેને આયેશા મુખર્જી સાથે છૂટાછેડા લીધા હતા. પોતાના પુત્રથી અલગ થયા પછી શિખર ધવને ઘણી ઈમોશનલ પોસ્ટ્સ પોસ્ટ કરી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ધવન સોફી શાઈન સાથે જોવા મળ્યો હતો. પાકિસ્તાને ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું, પરંતુ ભારતે તેની મેચ દુબઈમાં રમી હતી.

શિખર ધવને ખુલાસો કર્યો કે તે પહેલી વાર દુબઈના એક રેસ્ટોરન્ટમાં સોફી શાઈનને મળ્યો હતો. ક્રિકેટરે કહ્યું કે "સોફી તે દિવસે ટ્રાઉઝર અને જેકેટમાં ખૂબ જ સુંદર દેખાતી હતી." પોતાની પહેલી મુલાકાતનું વર્ણન કરતા સોફીએ કહ્યું કે તે શિખર ધવનના સુંદર ફેસ અને શરારતી આંખોથી આકર્ષાઈ હતી.

આ પણ વાંચો: Vaibhav Suryavanshiનો વર્લ્ડકપ પહેલા ફ્લોપ શો, ઈંગ્લેન્ડ સામે મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ



  • Follow us on: