શુભમન ગિલ T20 વર્લ્ડકપ 2026માં પ્રદર્શન કરતો જોવા મળશે નહીં. ગિલને એશિયા કપ 2025 માટે T20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો અને તેને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. શુભમનનું પ્રદર્શન સારું ન હતું, પરંતુ બધાને અપેક્ષા હતી કે તેને T20 વર્લ્ડકપ 2026 માટે ટીમ ઈન્ડિયાની ટીમમાં સામેલ કરવામાં આવશે.


સાઉથ આફ્રિકા સામેની સિરીઝ પછી શુભમન ગિલને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. હવે શુભમન ગિલે T20 ટીમમાંથી પોતાને બહાર કરવા પર પોતાનું મૌન તોડ્યું છે.

T20 વર્લ્ડકપમાંથી બહાર થવા અંગે શુભમન ગિલે શું કહ્યું?

ન્યુઝીલેન્ડ ODI સિરીઝ પહેલા એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. ODI કેપ્ટન શુભમન ગિલ આ કોન્ફરન્સનો ભાગ હતો અને T20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની ટીમમાંથી તેને બહાર કરવાને લઈને તેને સવાલ પૂછવામાં આવ્યો હતો.

શુભમન ગિલે ટીમ ઈન્ડિયાને મોટી ટુર્નામેન્ટ માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી. તેને જવાબ આપ્યો કે "હું સિલેક્ટર્સના નિર્ણયનો આદર કરું છું અને T20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમના બેસ્ટ પ્રયાસો બદલ અભિનંદન આપું છું."


રોહિત-વિરાટ પર પણ આપી ખાસ પ્રતિક્રિયા

શુભમન ગિલને પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે પણ પૂછવામાં આવ્યું હતું. તેને બંનેની પ્રશંસા કરતા કહ્યું કે "રોહિત ભાઈ ઈતિહાસના મહાન ODI ઓપનરોમાંના એક છે, અને વિરાટ ભાઈ મહાન ODI બેટ્સમેનોમાંથી એક છે."

ન્યુઝીલેન્ડ ODI સિરીઝમાં શુભમન ગિલના પ્રદર્શન પર ફેન્સની નજર

ન્યુઝીલેન્ડ સામે 3 મેચની વનડે સિરીઝ 11 જાન્યુઆરી, 2026થી શરૂ થશે. શુભમન ગિલ ઈજાને કારણે સાઉથ આફ્રિકા સામેની વનડે સિરીઝનો ભાગ ન હતો. હવે તે ન્યુઝીલેન્ડ સિરીઝમાં વનડે ટીમમાં પરત ફરશે. તેની પાસેથી મોટા સ્કોરની અપેક્ષા રાખવામાં આવશે.

ન્યુઝીલેન્ડ સામેની વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ અય્યર (વાઈસ-કેપ્ટન)*, વોશિંગ્ટન સુંદર, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ યાદવ, રિષભ પંત (વિકેટકીપર), નિતીશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ.

આ પણ વાંચો: ICCએ ત્રણ ખેલાડીઓને ખાસ એવોર્ડ માટે કર્યા નોમિનેટ, સ્ટાર ભારતીય ખેલાડીનું નામ સામેલ


  • Follow us on: