ડિસેમ્બર 2025 મહિના માટે ICC દ્વારા ત્રણ મહિલાઓને નોમિનેટ કરવામાં આવી છે. આમાં સાઉથ આફ્રિકાની લૌરા વોલ્વાર્ડ અને સુને લુસ અને ભારતની શેફાલી વર્મા સામેલ છે. આ ખેલાડીઓએ ડિસેમ્બરમાં સારું પ્રદર્શન કર્યું અને એકલા હાથે તેમની ટીમને જીત તરફ દોરી ગઈ.


શેફાલી વર્મા

ભારતીય મહિલા ટીમે ડિસેમ્બર 2025માં શ્રીલંકાની મહિલા ટીમ સામે પાંચ મેચની T20I સિરીઝ રમી હતી અને શેફાલી વર્માએ ભારતની 5-0 થી સિરીઝ જીતવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે બીજી T20I માં ધમાકેદાર 69 રન બનાવ્યા, જેનાથી ભારતને 129 રનના સામાન્ય ટાર્ગેટનો સરળતાથી ચેઝ કરવામાં મદદ મળી. તેણે ત્રીજી T20I માં પણ ધમાકેદાર બેટિંગ કરી અને તેને 79 રન બનાવ્યા.

ચોથી T20 મેચમાં શેફાલી વર્માએ 46 બોલમાં 79 રન બનાવ્યા. તેણે ટીમને 221 રનનો વિશાળ સ્કોર બનાવવામાં મદદ કરી. તેણે સમગ્ર સિરીઝમાં 181.20ના સ્ટ્રાઈક રેટ અને 80.33 ની એવરેજ સાથે કુલ 241 રન બનાવ્યા. તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ મળ્યો.


સુને લુસ

સાઉથ આફ્રિકાની સ્ટાર ખેલાડી સુન લુસે આયર્લેન્ડ સામેની ODI અને T20 સિરીઝમાં સારું પ્રદર્શન કર્યું. પહેલી T20 મેચમાં તેણે 81 રન બનાવ્યા અને 4 વિકેટ લીધી. સિરીઝની પહેલી ODIમાં તેણે 66 રન બનાવ્યા અને 1 વિકેટ લીધી. ત્યારબાદ બીજી ODIમાં 114 રન બનાવ્યા અને એક વિકેટ લીધી. ઓલરાઉન્ડર તરીકે તે પ્રભાવિત કરવામાં સફળ રહી.

લૌરા વોલ્વાર્ટ

સાઉથ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડે આયર્લેન્ડ સામે સારું પ્રદર્શન કર્યું. તેણે સમગ્ર સિરીઝ દરમિયાન વિસ્ફોટક બેટિંગ કરી, પ્રથમ T20I માં 115 રન બનાવ્યા. તેણે ODI સિરીઝમાં સતત 2 સદી ફટકારી, બીજી ODI માં 124 રન અને ત્રીજી ODIમાં 100 રન બનાવ્યા. તેના કારણે જ આફ્રિકન ટીમે ODI સિરીઝમાં 3-0 થી ક્લીન સ્વીપ હાંસલ કરી.

આ પણ વાંચો: T20 વર્લ્ડકપમાં સૌથી વધુ મેચ રમનારા ખેલાડી, ભારતીય ખેલાડી છે ટોપ પર

  • Follow us on: