સરફરાઝ ખાન હાલમાં જબરદસ્ત ફોર્મમાં છે. ભલે તેને ટેસ્ટ બેટ્સમેન માનવામાં આવે છે, પરંતુ હાલમાં તે ODI માં T20 બેટ્સમેનની જેમ બેટિંગ કરી રહ્યો છે. સરફરાઝ ખાને લિસ્ટ A ક્રિકેટમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તેને લગભગ 31 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. તેને ધમાકેદાર અડધી સદી ફટકારી.
સરફરાઝે માત્ર 15 બોલમાં ફટકારી અડધી સદી
ભારતના યુવા બેટ્સમેનોમાંના એક સરફરાઝ ખાને શાનદાર બેટિંગ કરી છે. આજે વિજય હજારે ટ્રોફીમાં પંજાબ સામે મુંબઈ તરફથી રમતા તેને માત્ર 15 બોલમાં 50 રન બનાવ્યા. ભારત માટે લિસ્ટ Aમાં આ સૌથી ઝડપી અડધી સદી છે. આ પહેલા 1995માં મહારાષ્ટ્રના બેટ્સમેન અભિજીત કાલેએ બરોડા સામે માત્ર 16 બોલમાં અડધી સદી ફટકારી હતી, જ્યારે 2021માં બરોડા તરફથી રમતા અતિત સેઠે છત્તીસગઢ સામે 16 બોલમાં 50 રન બનાવ્યા હતા. સરફરાઝ ખાને તે બંનેને પાછળ છોડી દીધા છે અને નવો રેકોર્ડ બનાવ્યો છે. તેને 31 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો છે.
સરફરાઝ ખાનનું શાનદાર પ્રદર્શન
અત્યાર સુધી સરફરાઝ ખાને આ વિજય હજારે ટ્રોફી સિરીઝમાં ફક્ત 3 મેચ રમી છે, જેમાં ત્રણેય વખત 50 થી વધુ રન બનાવ્યા છે. પહેલી મેચમાં સરફરાઝે 49 બોલમાં 55 રન બનાવ્યા હતા. પછી બીજી મેચમાં સરફરાઝ ખાને 75 બોલમાં 157 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેને 29 બોલમાં 62 રન બનાવીને ઈતિહાસ રચી દીધો છે. આ પહેલા જ્યારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમાઈ રહી હતી, ત્યારે સરફરાઝ ખાને પણ શાનદાર બેટિંગ કરી હતી.
સરફરાઝ ખાન IPLમાં CSK તરફથી રમશે
સરફરાઝને ડોમેસ્ટિક ક્રિકેટમાં એક મુખ્ય સ્ટાર માનવામાં આવે છે. તેને ભારતીય ટીમ માટે રમવાની તક પણ મળી હતી, જ્યાં તેને સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ તે પોતાનું સ્થાન મજબૂત કરી શક્યો ન હતો. હાલમાં સરફરાઝ ખાન ભારત માટે કોઈપણ ફોર્મેટમાં રમી રહ્યો નથી. પરંતુ તે IPLમાં પરત ફર્યો છે. ગયા વર્ષના ઓક્શન દરમિયાન CSK એ સરફરાઝ ખાનને ફક્ત 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
આ પણ વાંચો: Hardik Pandyaએ વિજય હજારે ટ્રોફીમાં 19 બોલમાં ફટકારી અડધી સદી, સિલેક્ટર્સને આપ્યો જડબાતોડ જવાબ