ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ન્યુઝીલેન્ડ સામેની આગામી ત્રણ મેચની ODI સિરીઝ માટે સિલેક્ટર્સે ટીમમાં પસંદ કર્યો નથી. હાર્દિકે છેલ્લા એક વર્ષમાં T20 ઈન્ટરનેશનલ મેચોમાં બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું છે.


હાર્દિક પંડ્યા ઘરેલુ ક્રિકેટમાં વિજય હજારે ટ્રોફીની આ સીઝનમાં બરોડા ટીમ માટે રમી રહ્યો છે. 8 જાન્યુઆરીએ ગ્રુપ B માં ચંદીગઢ સામેની મેચમાં હાર્દિક પંડ્યાએ ફરી એકવાર ધૂમ મચાવી છે. મેદાન પર આવ્યા પછી તેને આક્રમક બેટિંગ કરી અને માત્ર 19 બોલમાં અડધી સદી ફટકારી.

હાર્દિકે 255 ના સ્ટ્રાઈક રેટ સાથે પોતાનો અડધી સદી કરી પૂર્ણ

રાજકોટ સ્ટેડિયમમાં ચંદીગઢ સામેની તેમની છેલ્લી ગ્રુપ B મેચમાં બરોડાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. બરોડાની શરૂઆત સારી ન હતી અને તેને 123 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી.

બેટિંગ કરવા આવ્યા બાદ હાર્દિક પંડ્યાએ આક્રમક રન-સ્કોરિંગ અભિયાન શરૂ કર્યું, જેનાથી ચંદીગઢના બોલરો પર દબાણ આવ્યું. જ્યારે તેને માત્ર 19 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી ત્યારે તેને 6 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા. આ દરમિયાન હાર્દિક પંડ્યાનો સ્ટ્રાઈક રેટ 255 હતો. BCCIએ મેચમાં સંપૂર્ણ 10 ઓવર નાખવામાં નિષ્ફળતાને કારણે હાર્દિક પંડ્યાને ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝમાંથી બહાર રાખવાનું કારણ ગણાવ્યું.

બરોડા ટીમ માટે મહત્વપૂર્ણ છે આ મેચ

2025-26 વિજય હજારે ટ્રોફીમાં બરોડાએ ગ્રુપ Bમાં સ્થાન મેળવવા માટે ફક્ત આ મેચ જીતવાની જ નહીં, પણ મોટી જીત મેળવવાનો પ્રયાસ પણ કરવો પડશે. બરોડા હાલમાં 6 મેચમાંથી 4 જીત અને 2 હાર સાથે સ્ટેન્ડિંગમાં ચોથા સ્થાને છે, જેના કુલ 16 પોઈન્ટ છે. જો તેઓ આ મેચ જીતી જાય તો પણ તેમને અન્ય મેચોના પરિણામો પર આધાર રાખવો પડશે. ઉત્તર પ્રદેશ ગ્રુપ Bમાંથી નોકઆઉટ સ્ટેજમાં પોતાનું સ્થાન પહેલાથી જ સુરક્ષિત કરી ચૂક્યું છે.

આ પણ વાંચો: KKR માંથી રિલીઝ થયા બાદ મુસ્તફિઝુર રહેમાને તોડ્યું મૌન, કહ્યું - ‘જો તે…’


  • Follow us on: