ભારતીય અંડર-19 ટીમ 15 જાન્યુઆરીથી ઝિમ્બાબ્વે અને નામિબિયા દ્વારા સંયુક્ત રીતે યોજાનારા ICC અંડર-19 વર્લ્ડકપમાં ભાગ લેવા માટે તૈયાર છે. આ મેગા ઈવેન્ટ પહેલા પોતાની તૈયારીઓની કસોટી કરવા માટે ટીમ ઈન્ડિયાએ વૈભવ સૂર્યવંશીની કેપ્ટનશીપ હેઠળ સાઉથ આફ્રિકા સામે 3 મેચની યુથ વનડે સિરીઝ રમી હતી, જેમાં તેઓ યજમાન ટીમને ક્લીન સ્વીપ કરવામાં સફળ રહ્યા.


પહેલી વાર કેપ્ટનશીપ કરી રહેલા વૈભવ સૂર્યવંશીએ શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું હતું અને તે ODI સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. આ સાથે વૈભવ સૂર્યવંશી કેપ્ટન તરીકે 13 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો.

વૈભવ સૂર્યવંશીએ બનાવ્યા 206 રન

દક્ષિણ આફ્રિકાની અંડર-19 ટીમ સામેની 3 મેચની યુથ વનડે સિરીઝ માટે આયુષ મ્હાત્રેની જગ્યાએ વૈભવ સૂર્યવંશીને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. આ સિરીઝમાં વૈભવની બેટિંગ કૌશલ્ય જોવા મળ્યું, તેને 3 મેચમાં 68.67 ની એવરેજથી 206 રન બનાવ્યા. તેને 1 સદી અને 1 અડધી સદી ફટકારી, જેમાં ત્રીજી મેચમાં 74 બોલમાં શાનદાર 127 રન બનાવ્યા. આ યુથ વનડે સિરીઝમાં વૈભવનો સ્ટ્રાઈક રેટ 187.27 હતો અને તેને 12 ચોગ્ગા અને 20 છગ્ગા ફટકાર્યા હતા. અંડર-19 વર્લ્ડકપને ધ્યાનમાં લેતા, વૈભવનું ફોર્મ ચોક્કસપણે ટીમ ઈન્ડિયા માટે રાહત આપનારું રહ્યું છે.

વૈભવે ઉન્મુક્ત ચંદનો રેકોર્ડ તોડી નાખ્યો

આ યુવા ODI સિરીઝમાં ટીમ ઈન્ડિયાના વૈભવ સૂર્યવંશીએ ક્લીન સ્વીપ સાથે કેપ્ટન તરીકે એક મોટો રેકોર્ડ પણ બનાવ્યો છે, જેમાં તેને ઉન્મુક્ત ચંદનો રેકોર્ડ તોડ્યો છે. વૈભવ હવે અંડર-19 ODI દ્વિપક્ષીય સિરીઝમાં ક્લીન સ્વીપ કરનાર સૌથી યુવા ભારતીય કેપ્ટન બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ ઉન્મુક્ત ચંદના નામે હતો, જેને 17 વર્ષની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી. વૈભવ ફક્ત 14 વર્ષનો છે.

વૈભવ પછી એરોન જ્યોર્જે પણ સદી ફટકારી

ત્રીજા યુથ વનડેમાં વૈભવ સૂર્યવંશીએ 171.62 ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 74 બોલમાં 127 રનની ધમાકેદાર ઈનિંગ રમી. તેને 9 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા. તેના સાથી બેટ્સમેન એરોન જ્યોર્જે પણ તેને સાથ આપ્યો અને શાનદાર સદી ફટકારી. જ્યોર્જે 106 બોલમાં 118 રન બનાવ્યા, 111.32ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી.

એરોનની ઈનિંગમાં કુલ 16 ચોગ્ગા સામેલ છે. સ્થિર શરૂઆત પછી જ્યોર્જે ધીમે ધીમે ગતિ પકડી અને ટીમ ઈન્ડિયાને મજબૂત સ્કોર તરફ દોરી ગયો. એરોન હાલમાં અંડર-19 ટીમ માટે સ્ટાર ખેલાડી તરીકે ઉભરી આવ્યો છે, જે તેની ટીમ માટે સતત રન બનાવી રહ્યો છે.

આ પણ વાંચો: કપાયેલા માથાવાળા ધોની પોસ્ટરથી લઈ મારામારી સુધી... ભારત-બાંગ્લાદેશ મેચોમાં થયા અનેક વિવાદો


  • Follow us on: