ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ક્રિકેટ મેચો ફક્ત બરાબરીની ટક્કર માટે જ નહીં પરંતુ તેમના વિવાદો માટે પણ જાણીતી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બંને ટીમો વચ્ચે મેદાન પર અને મેદાનની બહાર અસંખ્ય બનાવો બન્યા છે જેની રમત કરતાં વધુ ચર્ચાઓ થઈ છે.
તાજેતરના સમયમાં જેમ જેમ બંને દેશો વચ્ચે તણાવ વધુ ગાઢ બનતો જોવા મળે છે, તેમ તેમ કેટલાક જૂના વિવાદો ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તમને ભારત-બાંગ્લાદેશ ક્રિકેટ ઈતિહાસના પાંચ સૌથી મોટા વિવાદો જણાવી દઈએ.
2015 વર્લ્ડકપ 'નો બોલ' વિવાદ
2015ના વર્લ્ડકપ ક્વાર્ટર ફાઈનલમાં રોહિત શર્મા 90 રન પર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ફુલ ટોસમાં તેનો કેચ થયો. અમ્પાયરે તેને કમર સુધી ઉંચો નો-બોલ ગણાવ્યો અને રોહિતને નોટ આઉટ આપ્યો. પાછળથી રિપ્લેમાં નિર્ણય ખોટો સાબિત થયો. રોહિતે લાઈફલાઈનનો લાભ ઉઠાવ્યો અને 137 રન બનાવ્યા. ભારતે મેચ જીતી લીધી પરંતુ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અને ફેન્સ આ નિર્ણયથી ખૂબ નારાજ થયા. ICC પ્રમુખે પણ વાંધો ઉઠાવ્યો.
ધોનીનું માથું કાપી નાખેલું પોસ્ટર
2016ના એશિયા કપ પહેલા, સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો હતો જેમાં બાંગ્લાદેશી બોલર તસ્કિન અહેમદ એમએસ ધોનીનું કપાયેલું માથું પકડીને બેઠો હતો. આ તસવીર ફોટોશોપ કરેલી હતી, પરંતુ ભારતીય ફેન્સ તે અપમાનજનક લાગ્યું. આ પોસ્ટરે બંને દેશોના ફેન્સ વચ્ચે તણાવ વધુ વધાર્યો હતો. આ પહેલા એક બાંગ્લાદેશી અખબારે પણ ભારતીય ખેલાડીઓના માથા અડધા મુંડેલા હોવાની ફોટોશોપ કરેલી તસવીર પ્રકાશિત કરી હતી.
વિરાટ કોહલી પર 'ફેક ફિલ્ડિંગ'નો આરોપ
2022ના T20 વર્લ્ડકપમાં ભારત-બાંગ્લાદેશ મેચ દરમિયાન વિરાટ કોહલી પર ફેક ફિલ્ડિંગનો આરોપ મૂકવામાં આવ્યો હતો . જ્યારે બાંગ્લાદેશી બેટ્સમેન રન લઈ રહ્યા હતા, ત્યારે કોહલીએ એવો ઈશારો કર્યો કે જાણે તે બોલ ફેંકી રહ્યો હોય, ભલે બોલ તેની પાસે ન હતો. અમ્પાયરોએ આને ગુનો ન માન્યો. ભારતે મેચ જીતી લીધી, પરંતુ બાંગ્લાદેશના વિકેટકીપર નરુલ હસને ખુલ્લેઆમ આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી.
અંડર-19 વર્લ્ડકપ 2020માં ધક્કામુક્કી
બાંગ્લાદેશે 2020ના અંડર-19 વર્લ્ડકપની ફાઈનલમાં ભારતને હરાવીને ટાઈટલ જીત્યું હતું. વિજય પછીની ઉજવણી એટલી હિંસક બની ગઈ કે બંને ટીમોના ખેલાડીઓ અથડાયા, જેના કારણે મેદાન પર ધક્કામુક્કી અને દલીલો થઈ. ICC એ આ વાતને ગંભીરતાથી લીધી અને બંને ટીમોના ઘણા ખેલાડીઓ પર પ્રતિબંધો લાદ્યા.
જ્યારે ધોનીએ પોતાની ધીરજ ગુમાવી
2015ની એક ODI મેચમાં એમએસ ધોની અને મુસ્તફિઝુર રહેમાન રન લેતી વખતે અથડાયા હતા. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે મુસ્તફિઝુર વારંવાર બેટ્સમેનોના રસ્તામાં અડચણ ઉભી કરતો હતો જ્યારે તેઓ રન લઈ રહ્યા હતા. ધોની રન લઈ રહ્યો હતો ત્યારે તેને પણ આવું જ કર્યું હતું. ગુસ્સે ભરાયેલા ધોનીએ તેને ખભા તેને ખભાથી ધક્કો મારીને દૂર ખસેડ્યો. આ ઘટના બાદ ICC એ બંને ખેલાડીઓને દંડ ફટકાર્યો.
આ પણ વાંચો: Ruturaj Gaikwadએ માઈકલ બેવનનો વર્લ્ડ રેકોર્ડ તોડીને રચ્યો ઈતિહાસ