આગામી T20 વર્લ્ડકપ 2026 ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાશે. ભારતે T20 વર્લ્ડકપ 2024 જીત્યો હતો અને તેથી ટીમ ઈન્ડિયાને આગામી વર્લ્ડકપ માટે મજબૂત દાવેદાર માનવામાં આવે છે. ભારતીય ટીમ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં રમશે. તેથી તેને હવે આગામી T20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું નક્કી કર્યું છે. તેને મુંબઈ ક્રિકેટ એસોસિએશનને પણ વિનંતી કરી છે.


સૂર્યાએ આ ટુર્નામેન્ટ રમવાની ના પાડી

મીડિયા રિપોર્ટ મુજબ સૂર્યકુમાર યાદવે મુંબઈ ક્રિકેટ એસોસિએશનને વિનંતી કરી છે કે તેઓ મુંબઈ માટે આગામી રણજી ટ્રોફી મેચોમાં ન રમે, કારણ કે તે 2026ના T20 વર્લ્ડકપ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. સૂર્યકુમાર યાદવે વિજય હજારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈ માટે પોતાની ઉપલબ્ધતાની પુષ્ટિ કરી છે, પરંતુ લાલ બોલથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે.

સૂર્યકુમાર યાદવની શાનદાર છે કેપ્ટનશીપ

T20 વર્લ્ડકપ 2024 પછી સૂર્યકુમાર યાદવે ભારતીય T20 ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી. ત્યારથી ભારતીય ટીમ એક પણ સિરીઝ હાર્યું નથી. વધુમાં ભારતે 2025ના એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કરીને ટાઈટલ જીત્યું હતું. આ ટુર્નામેન્ટમાં, ભારતીય ટીમ ફાઈનલ સુધી અજેય રહી હતી. હવે આગામી T20 વર્લ્ડકપમાં સૂર્યા પર ઘણી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે.


સાઉથ આફ્રિકા સામે T20 સિરીઝ રમાશે

હાલમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે 2 મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. ત્યારબાદ 3 મેચની ODI સિરીઝ અને 5 મેચની T20 સિરીઝ રમાશે. સૂર્યકુમાર યાદવ અને ટીમ સાઉથ આફ્રિકા સામે 5 મેચની T20 સિરીઝ માટે તૈયારી કરી રહ્યા છે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે 5 મેચની T20 સિરીઝ રમશે. ત્યારબાદ 2026નો વર્લ્ડકપ શરૂ થશે.

શિવમ દુબે પણ રણજીમાં ભાગ લેશે નહીં

ભારતીય ઓલરાઉન્ડર શિવમ દુબે પણ રણજી ટ્રોફી માટે ઉપલબ્ધ રહેશે નહીં. એમસીએએ તેમને ટુર્નામેન્ટમાંથી ખસી જવાની પરવાનગી આપી દીધી છે. ભારતીય ટીમ ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામે T20 સિરીઝ રમવાની છે અને શિવમ દુબે તેની તૈયારીમાં વ્યસ્ત રહેશે.

  • Follow us on: