અફઘાનિસ્તાનના સ્ટાર લેગ સ્પિનર ​​રાશિદ ખાને એક નવો ઈતિહાસ રચ્યો છે. રાશિદ ખાન T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. રાશિદ ખાને કિવી બોલરને હરાવીને આ સિદ્ધિ મેળવી.


રાશિદ ખાનના નામે હવે 165 વિકેટ છે. આ પહેલા T20Iમાં સૌથી વધુ વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ ન્યુઝીલેન્ડના ટિમ સાઉથીના નામે હતો. ટિમ સાઉથીએ 126 મેચની 123 ઈનિંગમાં 164 વિકેટ લીધી હતી. અફઘાન સ્પિનરે ફક્ત 98 T20I મેચમાં 165 વિકેટ લીધી છે.

T20Iમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર

રાશિદ ખાન - 165 વિકેટ

ટિમ સાઉથી - 164 વિકેટ

ઈશ સોઢી - 150 વિકેટ

શાકિબ અલ હસન - 149 વિકેટ

મુસ્તફિઝુર રહેમાન - 142 વિકેટ


26 વર્ષના રાશિદ ખાને શારજાહમાં રમાયેલી ટ્રાઈ સિરીઝની ત્રીજી મેચ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી. તેને 4 ઓવરમાં માત્ર 21 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ રીતે તેને કેપ્ટન તરીકે T20 ક્રિકેટમાં 50 વિકેટ પૂર્ણ કરવાની સિદ્ધિ મેળવી હતી. તે આવું કરનારો દુનિયાનો પાંચમો કેપ્ટન છે. રાશિદ પહેલા ફક્ત 4 કેપ્ટન T20 માં 50 કે તેથી વધુ વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. હવે રાશિદ ખાનનું નામ પણ આ લિસ્ટમાં સામેલ થયું છે. તે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં 50 વિકેટ લેનાર બીજો એશિયન કેપ્ટન છે. કુવૈતનો મોહમ્મદ અસલમ પહેલા નંબરે છે. અસલમે કેપ્ટન તરીકે 76 T20 વિકેટ લીધી છે.

કેપ્ટન તરીકે T20I ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર

83 - ચાર્લ્સ પેર્ચાર્ડ (જર્સી)

76 - મોહમ્મદ અસલમ (કુવૈત)

58 - ક્લિન્ટન રૂબાગુમ્યા (રવાંડા)

54 - ગેરહાર્ડ ઈરાસ્મસ (નામિબિયા)

52 - રાશિદ ખાન (અફઘાનિસ્તાન)

T20 ક્રિકેટમાં પણ ટોપ પર છે રાશિદ ખાન

રાશિદ ખાન T20 ક્રિકેટનો સૌથી ખતરનાક બોલર છે. તેને દુનિયાભરમાં યોજાયેલી લીગમાં પોતાની બોલિંગ કુશળતા સાબિત કરી છે. આ જ કારણ છે કે 26 વર્ષની ઉંમરે તે T20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેના નામે 664 વિકેટ છે. તે આગામી થોડા વર્ષોમાં 1000 વિકેટનો આંકડો પણ સ્પર્શી શકે છે.


  • Follow us on: