ICC T20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકામાં 7 ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે. બધી ટીમો ટુર્નામેન્ટ માટે તૈયારીઓ કરી રહી છે. ન્યુઝીલેન્ડ પોતાની તૈયારીઓના ભાગ રૂપે ભારત સામે પાંચ મેચની સિરીઝ રમી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન ટીમને મોટો ઝટકો લાગ્યો છે. એક મેચ વિજેતા ખેલાડી ઈજાને કારણે મેગા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. સિલેક્ટરોએ હવે તેના સ્થાને ખેલાડીની જાહેરાત કરી છે.


કિવી ટીમમાં મોટો ફેરફાર

ભારત સામે હાલમાં સિરીઝ રમી રહેલી ન્યુઝીલેન્ડ ટીમને ઝડપી બોલર એડમ મિલ્નીની ખોટ અનુભવાઈ રહી છે. ઈજાને કારણે તે હવે T20 વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ ગયા છે. તેમની જગ્યાએ ટીમ મેનેજમેન્ટ અને સિલેક્ટરોએ કાઇલ જેમિસનને પસંદ કર્યો છે. જેમિસન હાલમાં ભારત સામેની T20 સિરીઝમાં પણ રમતા જોવા મળી રહ્યા છે. વનડે સિરીઝમાં તેમણે શાનદાર પ્રદર્શન કરીને મેનેજમેન્ટનો વિશ્વાસ જીત્યો છે, જોકે પ્રથમ T20 મેચમાં તેઓ ખાસ અસરકારક સાબિત થઈ શક્યા નહોતા.


કોચ રોબ વોલ્ટરે એડમ મિલ્નેની ઈજા અંગે કહ્યું, આપણે બધા એડમની હાલતથી દુઃખી છીએ. તેણે ટુર્નામેન્ટની તૈયારી માટે ખૂબ જ મહેનત કરી હતી અને ઈસ્ટર્ન કેપ સનરાઈઝર્સ માટે તેની 8 મેચમાં તે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો હતો. આ એડમ માટે મુશ્કેલ સમય છે, અને અમે તેને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવીએ છીએ.

T20 વર્લ્ડ કપ માટે ન્યુઝીલેન્ડની ટીમ

મિચેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, જેકબ ડફી, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ડેરિલ મિશેલ, કાયલ જેમીસન, જેમ્સ નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, ટિમ સેઈફર્ટ, ઈશ સોઢી.

બ્લેકકેપ્સ ICC મેન્સ T20 વર્લ્ડ કપ શેડ્યૂલ

  • વાર્મઅપ – સામે USA – શુક્રવાર 6 ફેબ્રુઆરી, સાંજે 7 વાગ્યે (મુંબઈ)
  • પહેલી T20I – સામે અફઘાનિસ્તાન – રવિવાર 8 ફેબ્રુઆરી, સવારે 11 વાગ્યે (ચેન્નઈ)
  • બીજી T20I – સામે UAE – મંગળવાર 10 ફેબ્રુઆરી, બપોરે 3 વાગ્યે (ચેન્નઈ)
  • ત્રીજી T20I – સામે સાઉથ આફ્રિકા – રવિવાર 15 ફેબ્રુઆરી, સાંજે 7 વાગ્યે (અમદાવાદ)
  • ચોથી T20I – સામે કેનેડા – મંગળવાર 17 ફેબ્રુઆરી, સવારે 11 વાગ્યે (ચેન્નઈ)

આ પણ વાંચો-Smriti Mandhana સાથે લગ્ન તૂટ્યા બાદ પલાશ મુછલ ફરી વિવાદમાં, ક્રિકેટરના ખાસ મિત્ર સાથે કરી લાખોની છેતરપિંડી!

  • Follow us on: