T20 વર્લ્ડકપ 2026 પહેલા ટીમ ઈન્ડિયાએ નવી મુંબઈમાં ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડેમીમાં બીજી અને અંતિમ વોર્મ-અપ મેચ માટે સાઉથ આફ્રિકાનો સામનો કર્યો. આ મેચથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ. ઓપનર અને વિકેટકીપર સંજુ સેમસનને આગામી T20 વર્લ્ડકપમાં બેન્ચ પર વોર્મ-અપ કરવું પડી શકે છે.


તમને જણાવી દઈએ કે સંજુ સેમસન ગયા T20 વર્લ્ડકપ 2024 માં બેન્ચ પર જોવા મળ્યો હતો. 2026ના T20 વર્લ્ડકપ માટે પણ આવી જ અપેક્ષા રાખવામાં આવે છે. સંજુનું ખરાબ ફોર્મ તેના માટે સમસ્યારૂપ સાબિત થઈ શકે છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પોતે સંજુની સંભવિત ગેરહાજરીની હિન્ટ આપી છે.

સાઉથ આફ્રિકા સામેની વોર્મ-અપ મેચમાં સંજુને ન મળી તક

સાઉથ આફ્રિકા સામેની વોર્મ-અપ મેચમાં સંજુ સેમસનને રમવાની તક મળી ન હતી. કેપ્ટન સૂર્યાએ ટોસ પછી જાહેરાત કરી કે ઈશાન કિશન અભિષેક શર્મા સાથે ઈનિંગની શરૂઆત કરશે અને બરાબર એવું જ થયું. અભિષેક અને ઈશાને ઈનિંગની શરૂઆત કરી. અહીં પણ ઈશાને તકનો લાભ લીધો અને માત્ર 20 બોલમાં 2 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકારીને 53 રન બનાવ્યા. આ ઈનિંગ પછી ઈશાન રિટાયર્ડ આઉટ થયો.

ઈશાન ઓપનિંગ માટે રજૂ કર્યો દાવો

ટુર્નામેન્ટ પહેલા અંતિમ વોર્મ-અપ મેચમાં ઈશાન કિશનની ઈનિંગ ઓપનિંગ સ્પષ્ટપણે દર્શાવે છે કે તેનું સ્થાન સુરક્ષિત થઈ ગયું છે. T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડ સામે 5 મેચની T20 સિરીઝ રમી હતી, જેમાં ઈશાન બીજા નંબરે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેને 4 ઈનિંગમાં 53.75 ની એવરેજ અને 231.18 ના સ્ટ્રાઈક રેટથી 215 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેને 1 સદી અને 1 અડધી સદી ફટકારી.

બીજી તરફ સંજુ 5 મેચની સિરીઝમાં ફક્ત 40 રન બનાવી શક્યો. તેથી ઈશાનને ઓપનિંગ સ્લોટ, જ્યારે સંજુ બેન્ચ વોર્મિંગ, લગભગ નિશ્ચિત લાગે છે. સંજુની જેમ ઈશાન પણ વિકેટકીપર છે. ઈશાને વોર્મ-અપ મેચમાં વિકેટ કીપિંગ કર્યું હતું. વર્લ્ડકપમાં સૂર્યકુમાર યાદવ કયું કોમ્બિનેશન મેદાનમાં ઉતારશે તે જોવું રસપ્રદ રહેશે.

આ પણ વાંચો: Englandએ રોમાંચક મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયનને હરાવીને U19 વર્લ્ડકપના ફાઈનલમાં કરી એન્ટ્રી


  • Follow us on: