ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન સાથે T20 વર્લ્ડકપ 2026 જીત્યો છે. ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ જોરશોરથી સેલિબ્રેશન કર્યું. ત્યારબાદ BCCIએ બધા ખેલાડીઓ માટે ઈનામો જાહેર કર્યા.
આ દરમિયાન ICCએ ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને દંડ ફટકાર્યો છે. ફાઈનલ દરમિયાન અર્શદીપ સિંહ અને ન્યુઝીલેન્ડના બેટ્સમેન ડેરિલ મિચેલ આમને-સામને આવી ગયા હતા.
ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું
8 માર્ચે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડકપ 2026ની ફાઈનલ મેચ રમાઈ હતી. અમદાવાદમાં રમાયેલી આ ફાઈનલ મેચમાં ભારતીય ટીમે પહેલા બેટિંગ કરી અને 250 થી વધુ રન બનાવ્યા. આ પછી જ્યારે ન્યુઝીલેન્ડ બેટિંગ કરવા આવ્યું, ત્યારે વિકેટો ઝડપથી પડવા લાગી. આ દરમિયાન જ્યારે ડેરિલ મિચેલ બેટિંગ કરવા આવ્યો, ત્યારે તેની અને અર્શદીપ સિંહ વચ્ચે બોલાચાલી થઈ.
અર્શદીપ સિંહ બોલિંગ કરી રહ્યો હતો. મિચેલે બોલરને એક બોલ બેક ટૂ બેક બોલરને સામે રમ્યો. આ દરમિયાન મિચેલ થોડી સેકન્ડ માટે ક્રીઝની બહાર હતો. અર્શદીપ સિંહે બોલ ઉપાડ્યો અને તેને પરત ફટકાર્યો, જે ડિરેલ મિચેલને વાગ્યો. આ વાત પર ડેરિલ મિચેલ ખૂબ ગુસ્સે થયો.
મેચ પછી અર્શદીપ સિંહે માફી માગી
અર્શદીપ સિંહે બોલ ફેંક્યો અને ડિરેલ મિચેલને વાગ્યો. ત્યારબાદ ડેરિલ મિચેલ ખૂબ જ ગુસ્સે જોવા મળ્યો હતો. આ પછી ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે મિચેલ પાસે જઈને વાત કરી અને કદાચ માફી પણ માગી. આ દરમિયાન એમ્પાયર અર્શદીપ સિંહ પાસે ગયો અને માત્ર સમજાવ્યું જ નહીં પરંતુ ચેતવણી પણ આપી. આ પછી જ્યારે મેચ સમાપ્ત થઈ અને ટીમ ઈન્ડિયા 96 રનથી મેચ જીતી ગઈ, ત્યારે અર્શદીપ સિંહ સીધો ડેરિલ મિચેલ પાસે દોડી ગયો અને તેની ભૂલ માટે માફી માગી.
ICCએ અર્શદીપ સિંહને સજા ફટકારી
ICCએ હવે આ સમગ્ર મામલાની નોંધ લીધી છે. અર્શદીપ સિંહ પર તેની મેચ ફીના 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. વધુમાં તેને એક ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો છે. ICCએ અર્શદીપ સિંહના આ એક્ટને અયોગ્ય અને ખતરનાક ગણાવ્યા છે.
આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!