T20 વર્લ્ડ કપ 2026 ની 5મી મેચ ઈંગ્લેન્ડ અને નેપાળ વચ્ચે રમાઈ હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બંને ટીમો એકબીજા સામે ટકરાઈ હતી. ઈંગ્લેન્ડે પહેલા બેટિંગ કરીને મોટો સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં નેપાળે પણ પોતાની પ્રભાવશાળી બેટિંગથી ફેન્સનું દિલ જીતી લીધું.
ઈંગ્લેન્ડ તરફથી જેકબ બેથેલ અને કેપ્ટન હેરી બ્રુકે શાનદાર અડધી સદી ફટકારી, જ્યારે લોકેશ બામે નેપાળ તરફથી પોતાની બેટિંગથી ફેન્સના દિલ જીતી લીધા.
ઈંગ્લેન્ડે 184 રન બનાવ્યા
પહેલા બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 20 ઓવરમાં 7 વિકેટે 184 રન બનાવ્યા. ઓપનર ફિલ સોલ્ટ સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો, તેને 2 બોલમાં 1 રન બનાવ્યો. પરંતુ જોસ બટલરે 17 બોલમાં 26 રનનું યોગદાન આપ્યું. ત્યારબાદ જેકબ બેથેલે 35 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારીને શાનદાર 55 રન બનાવીને ઈંગ્લેન્ડનું સન્માન બચાવ્યું.
કેપ્ટન હેરી બ્રુકે પણ સારું પ્રદર્શન કર્યું, તેને 32 બોલમાં 53 રન બનાવ્યા, જેમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા પણ ફટકાર્યા. ત્યારબાદ વિલ જેક્સે 18 બોલમાં 39 રન બનાવ્યા, જેનાથી ઈંગ્લેન્ડને મોટો સ્કોર બનાવવામાં મદદ મળી.
નેપાળે આ રીતે બેટિંગ કરી
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી નેપાળની શરૂઆત પણ સામાન્ય રહી. ઓપનર કુશલ ભુર્તેલે 17 બોલમાં 29 રન બનાવ્યા, જ્યારે આસિફ શેખે 9 બોલમાં 7 રન બનાવ્યા. કેપ્ટન રોહિત પૌડેલે પણ 34 બોલમાં 39 રન બનાવ્યા, જ્યારે દિપેન્દ્ર સિંહ એરીએ 29 બોલમાં 44 રન બનાવ્યા.
નેપાળને છેલ્લી ઓવરમાં જીત માટે 10 રનની જરૂર હતી. પરંતુ નેપાળ ફક્ત 5 રન જ બનાવી શક્યું અને ઈંગ્લેન્ડે આખરે 4 રનથી મેચ જીતી લીધી. નેપાળ 20 ઓવરમાં 6 વિકેટે માત્ર 180 રન બનાવી શક્યું.
આ પણ વાંચો: Pakistanની શાન આવી ઠેકાણે, ભારત સામે રમશે મેચ! શ્રીલંકાના આગ્રહ પર PCB સરકાર સાથે કરશે વાત