T20 વર્લ્ડકપ 2026 પછી ICCએ બીજી એક મોટી જાહેરાત કરી છે. ફેબ્રુઆરી માટે પ્લેયર ઓફ ધ મન્થ માટે નોમિનેશન જાહેર કરવામાં આવ્યા છે. આ વખતે નોમિનેટ થયેલા 3 ખેલાડીઓમાં એક પાકિસ્તાની ખેલાડી, યુએસએ અને ઈંગ્લેન્ડના ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ ત્રણમાંથી વિજેતાની જાહેરાત પછીથી કરવામાં આવશે.


સાહિબજાદા ફરહાન, વિલ જેક્સ અને શેડલી વાન શાલ્કવિકના નામ સામેલ

આ વખતે ICCએ પ્લેયર ઓફ ધ મન્થ માટે ત્રણ ખેલાડીઓના નામ જાહેર કર્યા છે, જેમાં પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન સાહિબજાદા ફરહાન, ઈંગ્લેન્ડના વિલ જેક્સ અને યુએસએ બોલરનો સમાવેશ થાય છે. સાહિબજાદા ફરહાને T20 વર્લ્ડકપ 2026માં સૌથી વધુ રન બનાવ્યા હતા. પાકિસ્તાની ટીમ T20 વર્લ્ડકપના સેમીફાઈનલમાં પહોંચવામાં નિષ્ફળ રહી હોવા છતાં ફરહાને સારી બેટિંગ કરી.

T20 વર્લ્ડકપ 2014માં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો, જેમાં 319 રન બનાવ્યા હતા. પરંતુ આ વખતે સાહિબજાદા ફરહાને તેને પાછળ છોડી દીધો. ફરહાને 383 રન બનાવ્યા, જેમાં 2 સદી ફટકારી છે. તેને પહેલા નામિબિયા સામે અને પછી શ્રીલંકા સામે સદી ફટકારી. આ પહેલી વાર છે જ્યારે કોઈ બેટ્સમેને એક જ વર્લ્ડકપ એડિશનમાં 2 સદી ફટકારી હોય.


આ લિસ્ટમાં વિલ જેક્સનું નામ પણ સામેલ

ICCએ વિલ જેક્સને પણ નોમિનેટ કર્યા. ઈંગ્લેન્ડ T20 વર્લ્ડકપ 2026ના સેમીફાઈનલમાં પહોંચ્યું. જેક્સે બેટ અને બોલ બંનેથી પોતાની ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વિલ જેક્સે માત્ર 194 રન જ નહીં પરંતુ 11 વિકેટ પણ લીધી. આ વર્ષના T20 વર્લ્ડકપમાં તેને 4 વખત પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો, જે આ સિદ્ધિ મેળવનાર પહેલો ખેલાડી બન્યો હતો.

શેડલી વાન શાલ્કવિક પણ દાવેદાર છે

યુએસએના બોલર શેડલી વાન શાલ્કવિકને પણ ICC દ્વારા નોમિનેટ કરવામાં આવ્યા છે. યુએસએના લેફ્ટ ફાસ્ટ બોલર શેડલી વાન શાલ્કવિકે 13 વિકેટ લીધી હતી. તેને ભારત સામેની પહેલી મેચમાં 4 વિકેટ લીધી હતી અને બીજી મેચમાં વધુ 4 વિકેટ લીધી હતી. આ ICC એવોર્ડ કયો ખેલાડી જીતે છે તે જોવાનું રહેશે.

આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!

  • Follow us on: