T20 વર્લ્ડકપ ફાઈનલમાં ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ હારી ગયો. ન્યુઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે ભારતીય ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું. ન્યુઝીલેન્ડે આ મેચ માટે તેમની પ્લેઈંગ ઈલેવનમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો.


ન્યુઝીલેન્ડે તેમના મોટા મેચ-વિનર કોલ મેકકોન્ચીને ટીમમાં છોડી દીધો અને જેકબ ડફીને સામેલ કર્યો. ભારતીય ટીમે તેમની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.

ન્યુઝીલેન્ડે મેકકોન્ચીને ન આપી તક

સેમીફાઈનલમાં ટીમને જીત અપાવનાર કોલ મેકકોન્ચીને બહાર રાખીને ન્યુઝીલેન્ડે બધાને આશ્ચર્યચકિત કર્યા. આ ખેલાડી બેટિંગ સિવાય શાનાદર ઓફ-સ્પિન બોલિંગ પણ કરે છે. સેમીફાઈનલમાં સાઉથ આફ્રિકા સામે કોલ મેકકોન્ચીએ એક જ ઓવરમાં 2 વિકેટ લીધી હતી, પરંતુ ફાઈનલ માટે ટીમમાંથી તેને બહાર કરવામાં આવ્યો હતો.

કેપ્ટન સેન્ટનરે સમજાવ્યું કે તેને અમદાવાદની લાલ પીચને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો. હકીકતમાં લાલ પીચથી ફાસ્ટ બોલરોને ફાયદો થાય છે, તેથી ન્યુઝીલેન્ડે 4 ફાસ્ટ બોલરોને મેદાનમાં ઉતાર્યા.

ભારતની પ્લેઈંગ ઈલેવન

અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, તિલક વર્મા, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તી.

ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઇલેવન

ટિમ સાઈફર્ટ, ફિન એલન, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરિલ મિચેલ, જેમ્સ નીશમ, મિચેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફાર્ગ્યુસન અને જેકબ ડફી.

આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!

  • Follow us on: