ટીમ ઈન્ડિયાના અનુભવી રવિચંદ્રન અશ્વિને ન્યુઝીલેન્ડ સામે T20 વર્લ્ડકપ 2026 ફાઇનલ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ટ્રમ્પ કાર્ડ ખેલાડીની પસંદગી કરી છે. આ ટાઈટલ મેચ રવિવાર 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે, જ્યાં 'સૂર્યકુમાર યાદવની સેના' ટ્રોફીને ડિફેન્ડ કરવા માટેની તક છે.
રવિચંદ્રન અશ્વિને શિવમ દુબેના કર્યા વખાણ
રવિચંદ્રન અશ્વિને કહ્યું કે શિવમ દુબે વિશે વધુ વાત કરવામાં આવતી નથી, અને તે ભારતના અભિયાન માટે મહત્વપૂર્ણ રહ્યો છે. શિવમ દુબેએ ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી, જેમાં તેને માત્ર 25 બોલમાં 1 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 43 રન બનાવ્યા હતા અને તેનો સ્ટ્રાઈક રેટ 172 હતો.
'શિવમ વિશે વાત કરવી મહત્વપૂર્ણ છે': રવિચંદ્રન અશ્વિન
રવિચંદ્રન અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે "એવા ખેલાડી વિશે વાત કરવી મહત્વપૂર્ણ છે જે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે અને ખૂબ સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ તેના પર બહુ ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે. હું શિવમ દુબે વિશે વાત કરી રહ્યો છું. આદિલ રશીદ અને અન્ય બોલરોએ ફક્ત એ વિચારવાનું હતું કે શું તેમની ટીમ 10 રનનો પીછો કરી શકે છે. આદિલ રશીદે કેટલાક ખૂબ સારા અને ખૂબ જ ખરાબ બોલ ફેંક્યા."
'આપણે કિવીઓ પાસેથી રમત છીનવી શકીએ છીએ'
ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડરે વધુમાં જણાવ્યું હતું કે ન્યુઝીલેન્ડે ફાઈનલમાં શિવમ દુબેને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમને કહ્યું કે લેફ્ટ બેટ્સમેન કિવી ટીમ પાસેથી રમત છીનવી શકે છે અને જો સ્પિનરો તેમની લાઈન અને લેન્થ ચૂકી જાય તો તેમના પર એટેક કરી શકે છે. ટુર્નામેન્ટમાં અત્યાર સુધી શિવમ દુબેએ 7 મેચમાં 34.83ની એવરેજ અને 159.54ના સ્ટ્રાઈક રેટથી 209 રન બનાવ્યા છે, જેમાં 1 અડધી સદી ફટકારી છે.
'શિવમ દુબેને શાંત રહેવું પડશે'
અશ્વિને કહ્યું કે "જો તમે ન્યુઝીલેન્ડના છો, તો શિવમ દુબે એક એવો ખેલાડી છે જે તમારે ખૂબ જ શાંત રહેવાની જરૂર છે, કારણ કે જ્યારે સ્પિનરો કામ કરી રહ્યા હોય છે, ત્યારે તે તમારી પાસેથી રમત છીનવી શકે છે. ન્યુઝીલેન્ડ પાસે મિચેલ સેન્ટનર અને રચિન રવિન્દ્ર છે, તેથી મને લાગે છે કે તેઓ શિવમ દુબે સામે તેને ટાળવાનો પ્રયાસ કરશે. જો તમે લેન્થ ચૂકી જાઓ છો, તો શિવમ દુબે તમને ઘણા રન આપશે. તે એક એવો ખેલાડી છે જેને ન્યુઝીલેન્ડે ટેગ કરવાની જરૂર છે, નહીં તો આ ફાઈનલ એક તરફ જશે, અને તે રમત તેમની પાસેથી છીનવી લેશે."
આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!