ભારતીય ટીમે ICC T20 વર્લ્ડકપ 2026માં સાઉથ આફ્રિકા સામેની સુપર 8માં મળેલી હાર કમબેક કર્યું અને ઝિમ્બાબ્વે સામેની મેચ 72 રનથી જીતી અને પોતાના નેટ રન રેટમાં નોંધપાત્ર સુધારો કર્યો.


ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ હારીને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 256 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. આ ટાર્ગેટનો પીછો કરતા ઝિમ્બાબ્વે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 184 રન જ બનાવી શક્યું, જેના કારણે તેમને હારનો સામનો કરવો પડ્યો.

ઝિમ્બાબ્વે હવે સેમીફાઈનલમાં સ્થાન મેળવવાની દોડમાંથી બહાર થઈ ગયું છે, તેથી ટીમ ઈન્ડિયાએ હવે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવા માટે 1 માર્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાનારી વેસ્ટ ઈન્ડીઝ સામેની મેચ જીતવી પડશે.

અર્શદીપ સિંહે બોલથી મચાવી ધૂમ

ઝિમ્બાબ્વે સામેની મેચમાં ભારતની ટીમે અર્શદીપ સિંહના શાનદાર બોલિંગ પ્રદર્શનને કારણે જીત મેળવી. ઝિમ્બાબ્વેની ઓપનિંગ જોડી બ્રાયન બેનેટ અને મારુમાનીએ પહેલી વિકેટ માટે 44 રનની પાર્ટનરશીપ કરી. આ પાર્ટનરશીપ અક્ષર પટેલે ઈનિંગની 7મી ઓવરમાં મારુમાનીને 20 રન પર આઉટ કરીને તોડી હતી. ત્યારબાદ બેટિંગ કરવા આવેલા ડીયોન મેયર્સ બેટથી ખાસ અસર કરવામાં નિષ્ફળ ગયો, તેને ફક્ત 6 રન બનાવ્યા. ત્યાંથી બ્રાયન બેનેટ અને સિકંદર રઝા વચ્ચે ત્રીજી વિકેટ માટે 72 રનની પાર્ટનરશીપ જોવા મળી હતી, પરંતુ ત્યાં સુધીમાં તેમની હાર લગભગ નિશ્ચિત હતી.


આ મેચમાં સિકંદર રઝાએ 31 રન બનાવ્યા હતા, જ્યારે બ્રાયન બેનેટ અંત સુધી અણનમ રહ્યો હતો, તેને 97 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા માટે અર્શદીપ સિંહે આ મેચમાં સૌથી વધુ 3 વિકેટ લીધી હતી, જ્યારે વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ અને શિવમ દુબેએ 1-1 વિકેટ લીધી હતી.

અભિષેક અને હાર્દિકની અડધી સદીની ઈનિંગ જોવા મળી

ટીમ ઈન્ડિયાએ પોતાની પહેલી મેચમાં જે પ્રકારનું બેટિંગ પ્રદર્શન કર્યું હતું તે જ પ્રદર્શન કર્યું. અભિષેક શર્મા જેને અગાઉની 4 મેચમાં ખાસ કંઈ કર્યું ન હતું, તેને આ મેચમાં 30 બોલમાં 55 રનની શાનદાર ઈનિંગ રમી. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ફિનિશરની ભૂમિકા ખૂબ જ સારી રીતે ભજવી, 23 બોલમાં 50 રન બનાવ્યા, જ્યારે તિલક વર્માએ પણ 16 બોલમાં 44 રનની ઈનિંગ રમી.

આ પણ વાંચો: 6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 14 બોલમાં અડધી સદી ફટકારી મચાવી ધૂમ

  • Follow us on: