ICC મહિલા T20 વર્લ્ડકપ 2026 આવતા મહિનાથી શરૂ થવા જઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ પોતાનું મોટું અભિયાન શરૂ કરી દીધું છે. કેપ્ટન હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ ભારતીય મહિલા ટીમ મુંબઈથી ઈંગ્લેન્ડ જવા રવાના થઈ ગઈ છે, જ્યાં ટીમ પહેલા ઈંગ્લેન્ડ સામે T20I સિરીઝ રમશે અને ત્યારબાદ ICC મહિલા T20 વર્લ્ડકપમાં ભાગ લેશે.

ભારતીય ટીમ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળી હતી, જ્યાં ખેલાડીઓ વર્લ્ડકપ મિશન માટે ઉત્સાહિત દેખાઈ રહી હતી. આ વર્ષે મહિલા T20 વર્લ્ડકપ 12 જૂનથી ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના યજમાનીમાં શરૂ થશે.

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડમાં કઠિન કસોટીનો કરી રહી છે સામનો

BCCIએ 2 મે ના રોજ ટીમની જાહેરાત કરી હતી. વર્લ્ડકપ પહેલા ભારતીય ટીમ 28 મે થી 2 જૂન સુધી ઈંગ્લેન્ડ સામે 3 T20I મેચ રમશે. મેગા ટુર્નામેન્ટની તૈયારીની દ્રષ્ટિએ આ સિરીઝ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પછી બધી ટીમો 6 જૂનથી શરૂ થતી વોર્મ-અપ મેચોમાં ભાગ લેશે.

https://twitter.com/StarSportsIndia/status/2058079071188492472

વર્લ્ડકપમાં ભારતને ખૂબ જ મુશ્કેલ ગ્રુપ મળ્યું છે. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ સાથે ગ્રુપ B માં રાખવામાં આવ્યા છે. તેની વોર્મ-અપ મેચોમાં ટીમ ઈન્ડિયા પહેલા કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે વેસ્ટ ઈન્ડીઝનો સામનો કરશે, જ્યારે બીજી પ્રેક્ટિસ મેચમાં તે યજમાન ઈંગ્લેન્ડનો સામનો કરશે.

પહેલી જ મેચમાં પાકિસ્તાન સાથે ટક્કર

ભારતીય ટીમ 14 જૂને કટ્ટર હરીફ પાકિસ્તાન સામે વર્લ્ડકપ અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ ભારત 17 જૂને નેધરલેન્ડ્સ, 21 જૂને સાઉથ આફ્રિકા અને 25 જૂને બાંગ્લાદેશ સામે ટકરાશે. ગ્રુપ સ્ટેજની અંતિમ મેચ 28 જૂને ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયા સામે રમાશે.

T20 વર્લ્ડકપ 2026 માટેની ભારતીય ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), અરુંધતિ રેડ્ડી, રેણુકા ઠાકુર, ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી, શ્રેયંકા પાટીલ, ભારતી ફુલમાલી, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), નંદની શર્મા અને રાધા યાદવ.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?