T20 વર્લ્ડકપ 2026 7 ફેબ્રુઆરીથી શરૂ થયો છે, જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ટુર્નામેન્ટમાં તેની પહેલી મેચ 11 ફેબ્રુઆરીએ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ગ્રુપ Bમાં આયર્લેન્ડ સામે રમી રહી છે. આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમ માટે તેમના કેપ્ટન મિચેલ માર્શને લઈને એક ખરાબ સમાચાર આવ્યા હતા, જેમાં તે ઈજાને કારણે આ મેચમાં રમી રહ્યો નથી અને તેના સ્થાને ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડ કેપ્ટનશીપની જવાબદારી લઈ રહ્યો છે.


ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મિચેલ માર્શની ઈજાને લઈને મોટો નિર્ણય લીધો છે અને અનુભવી બેટ્સમેન સ્ટીવ સ્મિથને કવર તરીકે બોલાવવાનો નિર્ણય લીધો છે.

મિચેલ માર્શને ટ્રેનિંગ સેશનમાં થઈ ઈજા

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા મિચેલ માર્શ અંગે જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટ્રેનિંગ સેશન દરમિયાન તેને ગ્રોઈન ઈજા થઈ હતી, જેના કારણે તે મેદાન છોડી રહ્યો છે. મિચેલ માર્શ હજુ પણ પીડામાં છે અને તેને હલનચલનમાં મુશ્કેલી પડી રહી છે. સ્કેનથી પુષ્ટિ મળી છે કે તેમને ટેસ્ટિક્યુલર બ્લીડ થયું છે અને સ્વસ્થ થતાં પહેલાં તેમને થોડો આરામ કરવાની જરૂર પડશે. ડોકટરો તરફથી લીલી ઝંડી મળ્યા પછી જ તેઓ મેદાનમાં પરત ફરી શકશે.

આ સ્થિતિમાં સ્ટેન્ડબાય ખેલાડી સ્ટીવ સ્મિથ જરૂર પડવા પર શ્રીલંકા જઈને હવામાનને અનુકૂળ થવા માટે તૈયારી કરશે. મિચેલ માર્શ T20 વર્લ્ડકપ 2026 પહેલા પાકિસ્તાનમાં રમાયેલી 3 મેચની T20 સિરીઝની છેલ્લી 2 મેચમાં રમ્યો હતો. ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં જ ઓસ્ટ્રેલિયન ટીમ ઈજાની સમસ્યાઓનો સામનો કરી રહી છે.

હેઝલવુડના સ્થાને હજુ સુધી કોઈ ખેલાડીને સામેલ કરવામાં આવ્યો નથી

ઓસ્ટ્રેલિયન ટીમ પાસે આયર્લેન્ડ સામેની મેચ માટે સિલેક્શન કરવા માટે ફક્ત 12 સંપૂર્ણપણે ફિટ ખેલાડીઓ ઉપલબ્ધ હતા. પેટ કમિન્સ પહેલાથી જ બહાર થઈ ગયો છે, પરંતુ જોશ હેઝલવુડના સ્થાને હજુ સુધી કોઈ ખેલાડીને સાઈન કરવામાં આવ્યો નથી. સ્ટીવ સ્મિથની વાત કરીએ તો તે છેલ્લે 2024ના અંતમાં T20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો હતો. સ્મિથ 2025-26 બિગ બેશ લીગમાં સિડની સિક્સર્સ માટે રમ્યો હતો, જ્યાં તેને મેદાન પર શાનદાર પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો: ICCએ ન સ્વીકારી પાકિસ્તાનની કોઈપણ શરત, આપ્યું ફાઈનલ અલ્ટીમેટમ


  • Follow us on: