નેપાળ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બે વખતની ટ્રોફી વિજેતા ઈંગ્લેન્ડ સામે T20 વર્લ્ડકપ 2026 માં પોતાની પહેલી મેચ રમી રહ્યું છે. ટોસ જીતીને ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 20 ઓવરમાં 184 રન બનાવ્યા.


નેપાળના 23 વર્ષના સ્પિન બોલર શેર મલ્લાએ ઈંગ્લેન્ડ સામેની મેચમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું, તેને પોતાના પહેલા જ બોલે વિકેટ લીધી, જે અગાઉ ફક્ત એક નેપાળી ખેલાડીએ હાંસલ કરી હતી.

શેર મલ્લાએ પહેલા બોલ પર ફિલ સોલ્ટને પેવેલિયન મોકલ્યો પરત

ઈંગ્લેન્ડ સામેની T20 વર્લ્ડકપ મેચમાં નેપાળ માટે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરી રહેલા શેર મલ્લાને ઈનિંગની બીજી ઓવર બોલિંગ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી અને તેને પોતાના પહેલા જ બોલે ફિલ સોલ્ટની વિકેટ લીધી હતી. આ સાથે શેર મલ્લા નેપાળ માટે પોતાના T20 ઈન્ટરનેશનલ ડેબ્યૂમાં પહેલા જ બોલે વિકેટ લેનાર બીજા બોલર બન્યો.

શેર મલ્લા પહેલા પારસ ખડકા, જેમને મેચ પહેલા શેર મલ્લાને કેપ આપી હતી, તેમને 2014 T20 વર્લ્ડકપ દરમિયાન ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના પહેલા જ બોલે વિકેટ લીધી હતી. શેર મલ્લા વિશે વાત કરીએ તો તેને નેપાળ પ્રીમિયર લીગની છેલ્લી સીઝનમાં 17 વિકેટ લીધી હતી, જેના માટે તેને ઈમર્જિંગ પ્લેયર એવોર્ડ પણ મળ્યો હતો. ઈંગ્લેન્ડ સામેની મેચમાં શેર મલ્લાએ 3 ઓવર ફેંકી હતી, જેમાં 35 રન આપીને 1 વિકેટ લીધી.

નેપાળ માટે બોલિંગમાં દીપેન્દ્ર અને નંદને કર્યું સારું પ્રદર્શન

T20 વર્લ્ડકપ 2026માં ઈંગ્લેન્ડ સામે નેપાળનું બોલિંગ પ્રદર્શન તેમના બેટિંગ ઓર્ડર કરતા સારું રહ્યું, જેના કારણે ઈંગ્લેન્ડ કુલ 184 રન જ બનાવી શક્યું. નેપાળ તરફથી દિપેન્દ્ર સિંહ એરી અને નંદન યાદવ શાનદાર બોલિંગ કરી રહ્યા હતા, તેને 2-2 વિકેટ લીધી હતી. સ્ટાર સ્પિનર ​​સંદીપ લામિછાનેએ પણ સારી બોલિંગ કરી હતી, તેને 4 ઓવરમાં માત્ર 25 રન આપીને માત્ર 1 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: Pakistanની શાન આવી ઠેકાણે, ભારત સામે રમશે મેચ! શ્રીલંકાના આગ્રહ પર PCB સરકાર સાથે કરશે વાત


  • Follow us on: