પાકિસ્તાનમાં હાલમાં હોબાળો મચી ગયો છે. T20 વર્લ્ડકપમાં ભારત સામે પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કારમી હાર મળી હતી. જેના કારણે હોબાળો મચી ગયો છે. પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર પણ આ હારથી ખૂબ જ દુઃખી છે.


એવું જાણવા મળ્યું છે કે અસીમ મુનીર PCB ચીફ મોહસીન નકવીથી પણ ખૂબ ગુસ્સે છે અને તેમને હટાવવા પર વિચાર કરી શકે છે. PCBમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારની તપાસની પણ ચર્ચા થઈ રહી છે.

આખું પાકિસ્તાન ભારત સામેની મેચ જોઈ રહ્યું હતું

પાકિસ્તાની ક્રિકેટ ટીમને T20 વર્લ્ડકપમાં ફરી એકવાર શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું હતું. આ પછી ટીમ ઈન્ડિયાએ સતત 3 મેચ જીતીને સુપર 8 માં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું છે, પરંતુ પાકિસ્તાની ટીમ પોઈન્ટ ટેબલમાં યુએસએથી નીચે આવી ગઈ છે.

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીર પણ આ સમગ્ર મામલા પર નજીકથી નજર રાખી રહ્યા હતા. PCB ચીફ મોહસીન નકવી પાકિસ્તાન સરકારમાં ગૃહમંત્રી પણ છે.

મોહસીન નકવીનું પદ પણ જોખમમાં, PCB તપાસ કરી શકે છે!

હવે એવું બહાર આવ્યું છે કે ભારત સામેની હાર બાદ આર્મી ચીફ ખૂબ જ દુઃખી છે. એવું જાણવા મળ્યું છે કે મોહસીન નકવીને ટૂંક સમયમાં PCB ચીફ પદ પરથી હટાવી શકાય છે. વધુમાં PCBમાં કોઈપણ અનિયમિતતાઓની તપાસ શરૂ થઈ શકે છે. હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ આ શક્યતા હજુ પણ રહેલી છે.

છેલ્લા 6 મહિનામાં ભારત સામે પાકિસ્તાનની આ ચોથી હાર

ટીમ ઈન્ડિયા સામે પાકિસ્તાનની આ પહેલી હાર નથી. છેલ્લા 6 મહિનામાં T20 ક્રિકેટમાં આ તેમની સતત ચોથી હાર છે. સપ્ટેમ્બરમાં એશિયા કપ દરમિયાન સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ સતત 3 મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. આ ટ્રેન્ડ અહીં પણ ચાલુ રહ્યો છે. T20 વર્લ્ડકપના ઈતિહાસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 મેચ રમાઈ છે, જેમાં ભારતે 9 જીતી છે અને પાકિસ્તાને ફક્ત એક જ જીત મેળવી છે. આ હાર પછી પાકિસ્તાનમાં શું થાય છે તે જોવાનું રહેશે.

આ પણ વાંચો: Axar Patelના એક બોલે બાબર આઝમના કરિયરનો લાવ્યો અંત? પાકિસ્તાની બેટ્સમેનનું નિરાશાજનક પ્રદર્શન

  • Follow us on: