ICC T20 વર્લ્ડકપ 2026માં ભારત સામે પાકિસ્તાનને શરમજનક હારનો સામનો કરવો પડ્યો. વર્લ્ડકપ શરૂ થાય તે પહેલા ભારત-પાકિસ્તાન મેચને લઈને ઘણો ઉત્સાહ હતો. ફેન્સને તીવ્ર એક્શનની અપેક્ષા હતી, પરંતુ ટીમ ઈન્ડિયાએ 61 રનથી એકતરફી જીત મેળવી.


હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હવે નિરાશ છે. તેમને આગામી મેચમાંથી બે મુખ્ય ખેલાડીઓને બહાર રાખવાનો આશ્ચર્યજનક નિર્ણય લીધો છે.

પાકિસ્તાન ટીમ પર PCB ચેરમેનનો ગુસ્સો આસમાને!

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસીન નકવી તેમની ટીમના પ્રદર્શનથી ખૂબ જ નિરાશ હતા. પરિણામે તેઓ પાકિસ્તાનની ઈનિંગ જોયા વિના જ સ્ટેડિયમ છોડીને ચાલ્યા ગયા. મીડિયા રિપોર્ટ મુજબ પીસીબીના વડા નકવીએ ટીમ મેનેજર નાવેદ અકરમ ચીમાને કહ્યું હતું કે તેઓ પાકિસ્તાનના પ્રદર્શનથી નાખુશ છે. મીડિયા રિપોર્ટ મુજબ મોહસીન નકવી હાર પહેલા જ ગુસ્સામાં સ્ટેડિયમ છોડીને મેનેજરને કહેતા હતા કે મોટી મેચોમાં પાકિસ્તાન ટીમનું આવું પ્રદર્શન સહન કરવામાં આવશે નહીં.

બાબર આઝમ અને શાહીન આફ્રિદી મુશ્કેલીમાં!

ભારત સામેની હાર બાદ બાબર આઝમ અને શાહીન આફ્રિદીને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી શકાય છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારત સામેની હાર બાદ હેડ કોચ માઈક હેસને ડ્રેસિંગ રૂમમાં કહ્યું હતું કે ટીમ તેની સંપૂર્ણ ક્ષમતા સાથે રમી રહી નથી. તેમને બાબર અને શાહીનને આગામી મેચમાંથી બહાર રાખવાનો નિર્ણય લીધો છે.

મીડિયા રિપોર્ટ મુજબ "મેનેજમેન્ટે નક્કી કર્યું છે કે હવે બહુ થયું. તેમને બાબર અને શાહીનને બહાર રાખવાનો અને સલમાન મિર્ઝા/નસીમ શાહ અને ફખર ઝમાનને નામિબિયા સામે તક આપવાનો નિર્ણય લીધો છે."

ભારત સામે બાબર-શાહીનનું પ્રદર્શન કેવું રહ્યું?

શાહીન આફ્રિદી માટે ભારત સામેની મેચ ભૂલી જવા જેવી રહી. તેને 2 ઓવર ફેંકી અને 15.50ના ઈકોનોમી રેટથી 31 રન આપ્યા. તેને અક્ષર પટેલની વિકેટ લીધી, પરંતુ પાકિસ્તાન પહેલાથી જ પાછળ પડી ગયું હતું. બાબર આઝમ બેટિંગથી પ્રભાવ પાડવામાં નિષ્ફળ ગયો, ફક્ત 5 રન બનાવ્યા. કદાચ આ જ કારણ હોઈ શકે કે તેની સામે આ કઠોર નિર્ણય લેવામાં આવ્યો.

આ પણ વાંચો: Nepalએ પાકિસ્તાનને છોડ્યું પાછળ, T20 વર્લ્ડકપમાં સર્જાયો મોટો અપસેટ 

  • Follow us on: