T20 વર્લ્ડકપ 2026માં 16 ફેબ્રુઆરીના રોજ 3 મેચ રમાઈ હતી. પહેલી મેચમાં અફઘાનિસ્તાને UAEને 5 વિકેટથી હરાવ્યું હતું, જ્યારે ઈંગ્લેન્ડે ઈટાલીને 24 રનથી હરાવ્યું હતું. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી.

શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું, જેના કારણે પોઈન્ટ ટેબલમાં મોટો અપસેટ સર્જાયો હતો. હવે સુપર 8માં પહોંચવા માટે ઓસ્ટ્રેલિયાએ નસીબ પર આધાર રાખવો પડશે.

શ્રીલંકાની સુપર 8માં એન્ટ્રી

ગ્રુપ A માં ભારત 6 પોઈન્ટ સાથે પહેલા નંબરે છે, જ્યારે યુએસએ 4 પોઈન્ટ સાથે બીજા નંબરે છે. પાકિસ્તાન પણ 4 પોઈન્ટ સાથે ત્રીજા નંબરે છે. ગ્રુપ B માં શ્રીલંકા 6 પોઈન્ટ સાથે પહેલા નંબરે છે, જ્યારે ઝિમ્બાબ્વે 4 પોઈન્ટ સાથે બીજા નંબરે છે. ઓસ્ટ્રેલિયા હવે 2 પોઈન્ટ સાથે ત્રીજા નંબરે છે.

ગ્રુપ Cમાં વેસ્ટ ઈન્ડિઝ 6 પોઈન્ટ સાથે ટેબલમાં આગળ છે, જ્યારે ઈંગ્લેન્ડ પણ 6 પોઈન્ટ સાથે બીજા નંબરે છે. ગ્રુપ Dમાં સાઉથ આફ્રિકા 6 પોઈન્ટ સાથે આગળ છે, જ્યારે ન્યુઝીલેન્ડ 4 પોઈન્ટ સાથે બીજા નંબરે છે.

ઓસ્ટ્રેલિયાની મુશ્કેલીઓ વધી

સુપર 8માં પહોંચવા માટે ઓસ્ટ્રેલિયાએ આગામી મેચ જીતવી પડશે અને ઝિમ્બાબ્વેની હાર માટે પ્રાર્થના કરવી પડશે. ઝિમ્બાબ્વે પાસે હાલમાં 2 મેચ બાકી છે. ઝિમ્બાબ્વેએ તેમની પાછલી 2 મેચ જીતી છે, જ્યારે ઓસ્ટ્રેલિયા અત્યાર સુધી તેમની 3 મેચમાંથી 1 એક જ જીતી શક્યું છે.

ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડ વચ્ચેનો મહત્વપૂર્ણ મેચ બપોરે 3 વાગ્યાથી રમાશે

આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભલે આ મેચ ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડ વચ્ચે છે, પરંતુ ઓસ્ટ્રેલિયા તેના પર સૌથી વધુ નજર રાખશે. આયર્લેન્ડ વિરુદ્ધ ઝિમ્બાબ્વે મેચ શ્રીલંકાના પલ્લેકેલેમાં બપોરે 3 વાગ્યે શરૂ થશે. જો ઝિમ્બાબ્વે આ મેચ જીતે છે, તો તેમના 6 પોઈન્ટ થશે, જે તેમને સુપર 8માં લઈ જશે અને ઓસ્ટ્રેલિયા બહાર થઈ જશે. આ દરમિયાન જો આયર્લેન્ડ આ મેચ જીતે છે, તો તેમના પણ 4 પોઈન્ટ થશે. આનાથી પોઈન્ટ ટેબલમાં આયર્લેન્ડ ઓસ્ટ્રેલિયાથી આગળ થઈ જશે, પરંતુ ઓસ્ટ્રેલિયા હજુ પણ સુપર 8 માં સ્થાન મેળવવા માટે ઉત્સુક રહેશે.

આ પણ વાંચો: Axar Patelના એક બોલે બાબર આઝમના કરિયરનો લાવ્યો અંત? પાકિસ્તાની બેટ્સમેનનું નિરાશાજનક પ્રદર્શન