આજે રવિવાર 8 માર્ચ 2026ના T20 વર્લ્ડકપની ફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. તે જ દિવસે ભારતીય બેટ્સમેન પૃથ્વી શોએ સગાઈ કરી છે. પૃથ્વી શોએ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા શેર કરીને ફેન્સ સાથે પોતાની સગાઈના સારા સમાચાર શેર કર્યા.


પૃથ્વી શોએ કેપ્શનમાં લખ્યું છે કે "મેદાન પર છગ્ગાથી લઈને મેદાનની બહાર જીવનભરની સફળતા સુધી. આ મારી સંપૂર્ણ ઈનિંગ છે!"

પૃથ્વી શોએ સગાઈની રિંગ ગર્લફ્રેન્ડ આકૃતિ અગ્રવાલને આપી, જેનાથી સવાલ ઉભા થયા કે આકૃતિ અગ્રવાલ કોણ છે. તમને જણાવી દઈએ કે આકૃતિ અને પૃથ્વી શોનો સંબંધ કેટલા સમયથી છે?

કોણ છે આકૃતિ અગ્રવાલ?

તમને જણાવી દઈએ કે આકૃતિ અગ્રવાલ એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને એક્ટ્રેસ છે. પૃથ્વી શોની ફ્યુચર વાઈફને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આશરે 3.2 મિલિયન લોકો ફોલો કરે છે. તેની પાસે 90,000 થી વધુ સબ્સ્ક્રાઈબર્સ સાથે એક યુટ્યુબ ચેનલ પણ છે. આકૃતિ તાજેતરમાં તેલુગુ ફિલ્મ ત્રિમુખીમાં જોવા મળી હતી. આ ફિલ્મને આકૃતિના કરિયરનો સૌથી મોટો બ્રેક માનવામાં આવતો હતો.


આકૃતિ અને પૃથ્વી શો કેટલા સમયથી ડેટિંગ કરી રહ્યા છે તે અંગે કોઈ ઓફિશિયલ માહિતી નથી, પરંતુ એ સ્પષ્ટ છે કે તેઓ લગભગ એક વર્ષથી સાથે છે. શો અને આકૃતિએ 27 ઓગસ્ટ, 2025 ના રોજ ગણેશ ચતુર્થીના અવસર પર સાથે એક ફોટો શેર કર્યો હતો, જેણે પરિસ્થિતિને ઘણી સ્પષ્ટ કરી હતી.

પૃથ્વી શોનું ઈન્ટરનેશનલ કરિયર

પૃથ્વી શોના ઈન્ટરનેશનલ કરિયર વિશે વાત કરીએ તો તેને 5 ટેસ્ટ, 6 વનડે અને એક T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. તેને 2018 થી 2021 દરમિયાન ત્રણેય ફોર્મેટમાં આ મેચ રમી હતી. ત્યારથી તે ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો નથી. પૃથ્વી શોએ ટેસ્ટમાં 339 રન અને વનડેમાં 189 રન બનાવ્યા હતા. તેની એકમાત્ર વનડેમાં ભારતીય બેટ્સમેન ફક્ત એક બોલનો સામનો કર્યો હતો, જેમાં 1 પણ રન બનાવવામાં નિષ્ફળ ગયો હતો.

આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!

  • Follow us on: