T20 વર્લ્ડકપ 2026માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેઓએ તેમના ગ્રુપ સ્ટેજના ચારેય મેચ જીતીને સુપર 8 માટે ક્વોલિફાય કર્યું છે. ભારતની પહેલી સુપર 8 મેચ 22 ફેબ્રુઆરીએ સાઉથ આફ્રિકા સામે રમાશે. તે પહેલાં ટીમ ઈન્ડિયાએ અમદાવાદમાં સખત મહેનત કરી હતી.
ભારતના પ્રેક્ટિસ સેશનની તસવીરો સામે આવી રહ્યા છે, જે આગામી મેચ માટે ભારતની પ્લેઈંગ ઈલેવનમાં સંભવિત ફેરફાર સૂચવે છે. સંજુ સેમસનની વાપસી ખૂબ જ સંભવ લાગે છે.
પ્રેક્ટિસ સેશનમાં સંજુ સેમસને મચાવી ધૂમ
ટીમ ઈન્ડિયાએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુપર 8 માટે પ્રેક્ટિસ કરી. આ દરમિયાન સંજુ સેમસને ઘણી મહેનત કરી. તેને વિવિધ પ્રકારના બોલિંગ આક્રમણનો સામનો કર્યો. સંજુએ છેલ્લા કેટલાક સેશનમાં એટલી પ્રેક્ટિસ કરી ન હતી, પરંતુ આ વખતે તે સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરતો જોવા મળ્યો હતો.
એવા સંકેતો મળી રહ્યા છે કે સંજુ સેમસન સાઉથ આફ્રિકા સામે રમી શકે છે. પ્રેક્ટિસ સેશન દરમિયાન સંજુ સેમસન ઓપનર ઈશાન કિશન સાથે બેટિંગ કરતો જોવા મળ્યો હતો. અભિષેક શર્માએ T20 વર્લ્ડકપમાં ખરાબ સમય પસાર કર્યો છે. તેના ફોર્મને ધ્યાનમાં રાખીને સંજુ સેમસનને ટીમમાં પરત લાવવામાં આવી શકે છે.
સંજુ સેમસન કોનું લેશે સ્થાન?
જો સંજુ સેમસન પ્લેઈંગ ઈલેવનમાં પરત ફરે છે, તો દરેકના મનમાં એ સવાલ છે કે કોને બહાર રાખવામાં આવશે. અભિષેક શર્માએ T20 વર્લ્ડકપ 2026માં અત્યાર સુધી 3 મેચ રમી છે, ત્રણેયમાં 0 રન બનાવ્યા છે. તિલક વર્માનું ફોર્મ પણ ખરાબ રહ્યું છે.
તિલક છેલ્લી મેચમાં 31 રન બનાવ્યા હતા, પરંતુ તેને ફક્ત 27 બોલનો સામનો કર્યો હતો. તેનો સ્ટ્રાઈક રેટ નિરાશાજનક રહ્યો છે. રિંકુ સિંહ પણ હજુ સુધી પોતાને સાબિત કરી શક્યો નથી. આ પરિસ્થિતિમાં આ ત્રણ ખેલાડીઓમાંથી કોઈપણની જગ્યાએ સંજુને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે. સંજુને ઓપનિંગ કરવાને બદલે નવી ભૂમિકામાં રમવાની તક પણ મળી શકે છે.
આ પણ વાંચો: Nepalએ પાકિસ્તાનને છોડ્યું પાછળ, T20 વર્લ્ડકપમાં સર્જાયો મોટો અપસેટ