T20 વર્લ્ડકપ 2026માં સુપર-8ની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાએ સંજૂ સેમસનની જોરદાર બેટિંગના દમ પર વેસ્ટઈન્ડિઝને હરાવીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.આ મેચમાં સંજૂનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. જોકે સંજૂ સદી ફટકારવામાં ત્રણ રનથી ચૂકી ગયા હતા પણ જીત બાદ સંજૂ મેદાન પર ઘૂંટણિયે બેસીને જશ્ન મનાવતા દેખાયા,પરંતુ તેમના જશ્નના અંદાજને લઈને હવે ચર્ચા ચાલી રહી છે અને આ બાબતે ICC તરફથી સજા પણ મળી શકે છે.
સંજૂથી શું થઈ ભૂલ?
ટીમ ઈન્ડિા માટે વિનિંગ ચોગ્ગો ફટકાર્યા બાદ સંજુએ સેલિબ્રેશન કરતા પહેલા હેલ્મેટ સાઈડમાં ફેંકી દીધું. જે હવે બેટ્સમેનને ભારે પડી શકે છે.ICC આ કેસમાં એક્શન લઈ શકે છે. ક્રિકેટના મેદાન પર ખેલાડીઓના વ્યવહારને લઈને આઈસીસીના કોડ ઓફ કન્ડક્ટ કડક છે.ICCની આચાર સંહિતા માત્ર અનુશાસન જાળવી રાખવા માટે નથી પણ મેદાન પર હાજર તમામ ખેલાડી, એમ્પાયર અને સપોર્ટિંગ સ્ટાફની સુરક્ષા માટે છે. ક્રિકેટ જેવી રમતમાં ઉપકરણ આ રીતે ઘા કરીને ફેંકવા જોખમી સાબિત થઈ શકે છે.નિયમો અનુસાર હેલ્મેટ કે બેટ ફેંકવાને "અન્યાયી આચરણ" ગણી શકાય. આવા કિસ્સાઓમાં ખેલાડીઓને તેમની મેચ ફીનો દંડ, ડિમેરિટ પોઈન્ટ અથવા ગંભીર કેસમાં સસ્પેન્ડ પણ કરી શકાય છે.
શું સંજુ સામે કાર્યવાહી થશે?
જો ICC આ ઘટનાને ICC આચારસંહિતાના ઉલ્લંઘન તરીકે ગણે છે, તો સંજુ સેમસનને નાણાકીય દંડ અથવા ડિમેરિટ પોઈન્ટનો સામનો કરવો પડી શકે છે. ડિમેરિટ પોઈન્ટ એકઠા થવાથી ભવિષ્યમાં સસ્પેન્શન પણ થઈ શકે છે. જોકે, અંતિમ નિર્ણય મેચ રેફરીના રિપોર્ટ અને ઘટનાની ગંભીરતા પર આધાર રાખશે.
સંજુ સેમસનનું શાનદાર પ્રદર્શન
સંજુ સેમસનનો આ ઉજવણી ક્રિકેટ ચાહકોને અગાઉની એક ઘટનાની યાદ અપાવે છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 દરમિયાન,લખનૌ સુપર જાયન્ટ્સની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે એક વિકેટથી જીત બાદ ખાને પોતાનું હેલ્મેટ જમીન પર ફેંકી દીધું હતું. અવેશને આચારસંહિતાના ઉલ્લંઘનનો દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેને ઠપકો આપવામાં આવ્યો હતો. હાલમાં, સંજુ સેમસનની શાનદાર ઇનિંગ્સ અને ભારતનું સેમિફાઇનલ સ્થાન ચર્ચાનું કેન્દ્ર છે. ચાહકો તેના જુસ્સા અને સમર્પણની પ્રશંસા કરી રહ્યા છે. પરંતુ હવે બધાની નજર ICC આ બાબતને કેવી રીતે જુએ છે તેના પર રહેશે. શું આને ભાવનાથી પ્રેરિત સામાન્ય ઉજવણી માનવામાં આવશે, કે પછી નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે? આગામી દિવસોમાં સંપૂર્ણ પરિસ્થિતિ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો - IND vs ENG Semifinal : જો સેમીફાઈનલ રદ્દ થાય તો ફાઇનલની ટિકિટ કોને મળશે? જાણો શું છે નિયમ?