ICC T20 વર્લ્ડકપ 2026ની સુપર 8 મેચ દરમિયાન કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં એક અનોખો નજારો જોવા મળ્યો. ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચમાં ડ્રિંક્સ બ્રેક દરમિયાન લેસર શો જોઈને સુનીલ ગાવસ્કર અને રવિ શાસ્ત્રી ગુસ્સે થઈ ગયા.
ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર અને રવિ શાસ્ત્રીએ મેચ દરમિયાન લેસર શોની જરૂરિયાત પર સવાલ ઉઠાવ્યો અને ખેલાડીઓની એકાગ્રતા પર તેની અસરને લઈને ચિંતા વ્યક્ત કરી.
મેચ દરમિયાન બદલાઈ ગઈ લાઈટ
196 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ પાવરપ્લેના અંતે 2 વિકેટે 53 રન બનાવ્યા હતા. નિર્ધારિત બ્રેક દરમિયાન સ્ટેડિયમની લાઈટ લગભગ 3 મિનિટ માટે ઝાંખી કરી દેવામાં આવી હતી અને લેસર શો ચલાવવામાં આવ્યો હતો, જેના કારણે મેદાન થોડા સમય માટે અંધારામાં ડૂબી ગયું હતું. ગાવસ્કર અને શાસ્ત્રી બંને માનતા હતા કે લાઈટિંગમાં અચાનક ફેરફાર બેટ્સમેનોના ધ્યાન અને દ્રષ્ટિ પર અસર કરી શકે છે.
કોમેન્ટ્રી દરમિયાન સુનીલ ગાવસ્કરે કહ્યું કે ડ્રિંક્સ બ્રેકના અઢી કે ત્રણ મિનિટ દરમિયાન લેસર શો... તે બેટ્સમેન કે કોઈ માટે પણ સરળ નથી. તેમને કહ્યું કે ગ્લોબસ ટુર્નામેન્ટમાં આવા તમાશાની જરૂર નથી. સુનીલ ગાવસ્કરે કહ્યું કે "તમારી પાસે અહીં આ લેસર વસ્તુ ચાલી રહી છે. આ વર્લ્ડકપ છે અને શું તમને અઢી મિનિટ માટે આ પ્રકારના મનોરંજનની જરૂર છે? IPLની વચ્ચે તો ઠીક છે. નોકઆઉટમાં નહીં, પણ IPLની વચ્ચે તો ઠીક છે. પણ અહીં વર્લ્ડકપમાં, શું આપણને ડ્રિંક્સ બ્રેક દરમિયાન ડ્રિંક્સ ઈન્ટરવલ દરમિયાન આ લેસર શોની જરૂર છે?"
સુનીલ ગાવસ્કર અને રવિ શાસ્ત્રીએ વ્યક્ત કરી ચિંતા
રવિ શાસ્ત્રીએ સુનીલ ગાવસ્કરની વાતને સમર્થન આપતા કહ્યું કે ખેલાડીના દ્રષ્ટિકોણથી અચાનક ધ્યાન પર પરત ફરવું સરળ નથી. તેમને ઉમેર્યું કે "ખેલાડીના દ્રષ્ટિકોણથી રમતમાં પરત ફરવું ક્યારેય સરળ નથી. આ એક ગંભીર બાબત છે."
તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડકપ 2026ના સેમીફાઈનલ માટે ચારેય ટીમો નક્કી થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ પછી સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. ટીમ ઈન્ડિયા હવે સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડનો સામનો કરશે. સાઉથ આફ્રિકાની મેચ ન્યુઝીલેન્ડ સામે થશે.
આ પણ વાંચો: Team Indiaએ વેસ્ટ ઈન્ડિઝને હરાવીને T20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં કરી એન્ટ્રી