ટીમ ઈન્ડિયાએ ICC મેન્સ T20 વર્લ્ડકપમાં સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.જોકે પાકિસ્તાનને એક મોટો ઝટકો લાગ્યો છે.પહેલા તેમને ભારત સામે કારમી હારનો સામનો કરવો પડ્યો અને પછી સુપર 8માંથી બહાર થઈ ગયા. આ અપમાનને કારણે હવે પાકિસ્તાનના ખેલાડીઓ ઘમંડી બની ગયા છે અને ભારતીય ટીમ સામે ઝેર ઓકવા લાગ્યા છે.ભૂતપૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર આ ચર્ચામાં સૌથી આગળ છે, તેમણે ફરી એકવાર પોતાના બોલ્ડ નિવેદનથી ચર્ચા શરૂ કરી છે. ભારત-વેસ્ટ ઈન્ડિઝ મેચ પછી, આમિરે કહ્યું કે સંજુ સેમસનએ તેના જીવનની શ્રેષ્ઠ ઇનિંગ્સ રમી છે, પરંતુ એમ પણ કહ્યું છે કે ભારત હજુ પણ સારું ક્રિકેટ રમી રહ્યું નથી.

આમિરે સોશિયલ મીડિયા પર ટીકા થઈ

ભારતની જીત પછી આમિરે સોશિયલ મીડિયા પર વ્યાપક ટીકાનો સામનો કરવો પડ્યો હતો કારણ કે તેણે અગાઉ આગાહી કરી હતી કે ભારત સેમિફાઇનલમાં પહોંચશે નહીં.વેસ્ટ ઈન્ડિઝ-ભારત મેચ પહેલા એક કાર્યક્રમમાં,આમિરે દાવો કર્યો હતો કે ભારત સેમિફાઇનલમાં પહોંચશે નહીં. તેણે તો એટલું પણ કહ્યું કે પાકિસ્તાન બહાર થઈ શકે છે.પરંતુ ભારત ક્વોલિફાય ન થવું જોઈએ.જોકે પરિણામ સંપૂર્ણપણે વિપરીત હતું.
મોહમ્મદ આમિરે શું કહ્યું?
એક કાર્યક્રમમાં તેમણે કહ્યું,સંજુ સેમસન તેના જીવનની સૌથી શાનદાર ઇનિંગ્સ રમ્યો.મેં તેની IPLઅને અન્ય ઇનિંગ્સ જોઈ છે, પરંતુ કરો યા મરો મેચમાં આ પ્રકારની ઇનિંગ્સ ખાસ હતી.સેમસને 196 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે 50 બોલમાં અણનમ 97 રન બનાવ્યા.દબાણ ખૂબ જ હતું,અને સ્ટેડિયમમાં 65,000 થી વધુ દર્શકો હાજર હતા.પરંતુ આમિર માને છે કે એક ઇનિંગ્સ ટીમની બધી ખામીઓને છુપાવી શકતી નથી.તેમણે કહ્યું,ક્રિકેટના દૃષ્ટિકોણથી ભારત હજુ પણ સારું ક્રિકેટ રમી રહ્યું નથી.તેમની ફિલ્ડિંગ જુઓ ત્રણ કે ચાર કેચ છોડવામાં આવ્યા હતા.બુમરાહ સિવાય,બાકીના બોલરોને હરાવવામાં આવી રહ્યા છે.ટીમ ફક્ત એક બોલર પર આધાર રાખી રહી છે.



  • Follow us on: