T20 વર્લ્ડકપ 2026 7 ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે. ફેન્સની નજર આ મોટી ટુર્નામેન્ટ પર છે. બે વર્ષ પછી ફેન્સને આખરે ફરીથી સૌથી મોટી T20 ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ જોવા મળશે. પ્રથમ વખત T20 વર્લ્ડકપમાં 20 ટીમો ભાગ લઈ રહી છે.
દરેક ટીમની નજર વર્લ્ડકપ ટ્રોફી પર છે. તમને જણાવી દઈએ કે આ સ્પર્ધામાં ભાગ લેનારી બધી ટીમોને ICC તરફથી ચોક્કસ રકમ મળશે. ICCએ હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ ટીમોને 2024 સીઝન કરતાં 20% વધુ ઈનામી રકમ મળશે.
T20 વર્લ્ડકપમાં કઈ ટીમને કેટલા પૈસા મળશે?
T20 વર્લ્ડકપ 2026 માટે કુલ ઈનામી રકમ આશરે 13.5 મિલિયન ડોલર હોવાનો અંદાજ છે, જે આશરે 120.37 કરોડ રૂપિયા થાય છે. આ રકમ વિનર, રનર-અપ અને સેમી-ફાઈનલમાં હારનાર ટીમ સહિત T20 વર્લ્ડકપમાં ભાગ લેનારા દેશોમાં વહેંચવામાં આવશે. મીડિયા રિપોર્ટ મુજબ T20 વર્લ્ડકપ 2026 ચેમ્પિયન ટીમને 27.48 કરોડ રૂપિયા મળી શકે છે, જ્યારે રનર-અપ ટીમને ઈનામી રકમ 14.65 કરોડ રૂપિયા મળી શકે છે.
| સ્થાન | ઈનામની રકમ (ડોલર) | ઈનામની રકમ (રૂપિયા) |
| વિનર | 3000000 | 27.48 કરોડ રૂપિયા |
| રનર-અપ | 1600000 | 14.65 કરોડ રૂપિયા |
| સેમી-ફાઈનલિસ્ટ | 790000 | 7.24 કરોડ રૂપિયા |
| ટીમ (5-12 પોઝિશન ટીમો) | 380000 | 3.48 કરોડ રૂપિયા |
| ટીમ (13-20 પોઝિશન ટીમો) | 250000 | 2.29 કરોડ રૂપિયા |
T20 વર્લ્ડકપ 2026માં કુલ 55 મેચ રમાશે
ICCએ 2026ના T20 વર્લ્ડ કપને વધુ મોટો અને બેસ્ટ બનાવવાનો નિર્ણય લીધો છે. પરિણામે આ ટુર્નામેન્ટમાં 20 ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટનું આયોજન ભારત અને શ્રીલંકા કરી રહ્યા છે. ફાઈનલ 8 માર્ચ 2026 ના રોજ યોજાશે, જે 7 ફેબ્રુઆરીથી શરૂ થશે. ટુર્નામેન્ટમાં કુલ 55 મેચ રમાશે. ટીમ ઈન્ડિયા ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે પ્રવેશ કરશે.
આ પણ વાંચો: Englandએ રોમાંચક મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયનને હરાવીને U19 વર્લ્ડકપના ફાઈનલમાં કરી એન્ટ્રી