ICCએ T20 વર્લ્ડકપ 2026 પહેલા રમાનારી વોર્મ-અપ મેચોનું ઓફિશિયલ શેડ્યુલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે, જેમાં 2 થી 6 ફેબ્રુઆરી વચ્ચે કુલ 16 વોર્મ-અપ મેચનું આયોજન કરવામાં આવશે. આ મેચ ભારત અને શ્રીલંકાના ચાર શહેરોમાં યોજાશે.


ભારતમાં વોર્મ-અપ મેચો બેંગલુરુમાં BCCI સેન્ટર ઓફ એક્સેલન્સના બે ગ્રાઉન્ડ પર રમાશે, જ્યારે નવી મુંબઈમાં DY પાટિલ સ્ટેડિયમ અને ચેન્નાઈમાં MA ચિદમ્બરમ સ્ટેડિયમને પણ મેચોનું આયોજન સોંપવામાં આવ્યું છે. શ્રીલંકાની રાજધાની કોલંબોમાં, પ્રેક્ટિસ મેચો SSC ક્રિકેટ ગ્રાઉન્ડ, આર પ્રેમદાસા સ્ટેડિયમ અને કોલંબો ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ પર યોજાશે.

ટીમ ઈન્ડિયા ફક્ત એક જ વોર્મ-અપ મેચ રમશે. ટીમ ઈન્ડિયા 4 ફેબ્રુઆરીએ નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા સામે રમશે. બીજી તરફ પાકિસ્તાન ટીમ 4 ફેબ્રુઆરીએ કોલંબોના SSC ક્રિકેટ ગ્રાઉન્ડ પર આયર્લેન્ડ સામે તેની વોર્મ-અપ મેચ રમશે.

વોર્મ-અપ મેચોનું સંપૂર્ણ શેડ્યુલ
2 ફેબ્રુઆરી

અફઘાનિસ્તાન વિ સ્કોટલેન્ડ, બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સ ગ્રાઉન્ડ 1, બેંગલુરુ - બપોરે 3 વાગ્યે IST

યુએસએ વિ ભારત 'A', ડીવાય પાટિલ સ્ટેડિયમ, નવી મુંબઈ - 5 PM IST

કેનેડા વિ ઈટાલી, એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ - સાંજે 7 વાગ્યે IST

3 ફેબ્રુઆરી

ઓમાન વિ શ્રીલંકા 'A', કોલંબો ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ, કોલંબો - બપોરે 1 વાગ્યે IST

નેધરલેન્ડ્સ વિ ઝિમ્બાબ્વે, આર. પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો - બપોરે 3 વાગ્યે IST

નેપાળ વિ યુએઈ, એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ - સાંજે 5 વાગ્યે IST

4 ફેબ્રુઆરી

સ્કોટલેન્ડ વિ નામિબિયા, બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સ ગ્રાઉન્ડ 2, બેંગલુરુ - બપોરે 1 વાગ્યે

અફઘાનિસ્તાન વિ વેસ્ટ ઈન્ડિઝ, બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સ ગ્રાઉન્ડ 1, બેંગલુરુ - બપોરે 3 વાગ્યે

પાકિસ્તાન વિ આયર્લેન્ડ, એસએસસી ક્રિકેટ ગ્રાઉન્ડ, કોલંબો - સાંજે 5 વાગ્યે

ભારત વિ સાઉથ આફ્રિકા, ડીવાય પાટિલ સ્ટેડિયમ, નવી મુંબઈ - સાંજે 7 વાગ્યે

5 ફેબ્રુઆરી

ઝિમ્બાબ્વે વિ ઓમાન, કોલંબો ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ, કોલંબો - સવારે 11 વાગ્યે

નેપાળ વિ કેનેડા, એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ - બપોરે 1 વાગ્યે

ઓસ્ટ્રેલિયા વિ નેધરલેન્ડ્સ, આર. પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો - સાંજે 5 વાગ્યે

ન્યુઝીલેન્ડ વિ યુએસએ, ડીવાય પાટિલ સ્ટેડિયમ, નવી મુંબઈ - સાંજે 7 વાગ્યે

6 ફેબ્રુઆરી

ઈટાલી વિ યુએઈ, એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ - બપોરે 3 વાગ્યે

ભારત 'A' વિ નામિબિયા, બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સ ગ્રાઉન્ડ 1, સાંજે 5 વાગ્યે

ભારતમાં વોર્મ-અપ મેચ કેવી રીતે જોવી

ભારતમાં ટીમ ઈન્ડિયા વિ સાઉથ આફ્રિકાની વોર્મ-અપ મેચનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ અને જિયો હોટસ્ટાર પર કરવામાં આવશે. આ સિવાય અફઘાનિસ્તાન વિ સ્કોટલેન્ડ, યુએઈ વિ ભારત 'A', કેનેડા વિ ઈટાલી, નેપાળ વિ યુએઈ, અફઘાનિસ્તાન વિ વેસ્ટ ઈન્ડિઝ, પાકિસ્તાન વિ આયર્લેન્ડ, નેપાળ વિ કેનેડા, ન્યુઝીલેન્ડ વિ યુએસએઈ, ઈટાલી વિ યુએઈ અને નામિબિયા વિ ભારત 'A' મેચનું લાઈવ સ્ટ્રીમિંગ પણ જિયો હોટસ્ટાર પર ઉપલબ્ધ રહેશે.

આ પણ વાંચો: Team Indiaએ પાકિસ્તાનને U19 વર્લ્ડકપમાં હરાવ્યું, આયુષ મ્હાત્રેની શાનદાર બોલિંગ


  • Follow us on: