T20 વર્લ્ડકપ 2026ની પહેલી મેચ 7 ફેબ્રુઆરીએ રમાશે. પહેલા દિવસે 3 મેચ રમાશે. ભારતીય ટીમ શરૂઆતના દિવસે પણ મેદાનમાં ઉતરશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું છે.
પહેલી મેચ માટે ફક્ત થોડા કલાકો બાકી છે, છતાં એક પણ ખેલાડી વિશે કોઈ અપડેટ નથી. ન તો રિપ્લેસમેન્ટની જાહેરાત કરવામાં આવી છે, ન તો તેની ફિટનેસ વિશે કોઈ અપડેટ આપવામાં આવ્યું છે.
વોશિંગ્ટન સુંદર વિશે હજુ સુધી કોઈ અપડેટ નથી
જ્યારે BCCI એ T20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની સિલેક્શન કર્યું, ત્યારે વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને અચાનક ઈજા થઈ. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પહેલી ODIમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. તે બાકીની બે ODI મેચમાં રમી શક્યો ન હતો, કે કોઈ T20I મેચમાં પણ રમી શક્યો ન હતો.
BCCIએ ન્યૂઝીલેન્ડ સિરીઝ માટે રવિ બિશ્નોઈનો ટીમમાં સમાવેશ કર્યો હોવા છતાં વોશિંગ્ટન સુંદરનું નામ વર્લ્ડકપ ટીમમાં યથાવત છે. આ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે ટીમ ઈન્ડિયા અને સેલિક્શન કમિટી તેના સ્વસ્થ થવાની રાહ જોશે.
BCCI સિલેક્શન કમિટી વોશિંગ્ટન સુંદરની જોવા માગે છે રાહ
વોશિંગ્ટન સુંદરની ઈજા કેટલી હદ સુધી પહોંચી છે અને તેનો સ્વસ્થ થવાનો સમય કેટલો છે તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંકિ મીડિયા રિપોર્ટ મુજબ BCCI સિલેક્શન કમિટી વધુ અપડેટ્સની રાહ જોશે. રિપ્લેસમેન્ટની તાત્કાલિક જાહેરાત કરવામાં આવશે નહીં. એવું જાણવા મળ્યું છે કે સિલેક્ટર સેન્ટર ઓફ એક્સેલન્સ તરફથી અપડેટ્સની રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડશે કે વોશિંગ્ટન સુંદર T20 વર્લ્ડકપમાં રમશે કે નહીં.
વોશિંગ્ટન સુંદર માટે પહેલી મેચ રમવી મુશ્કેલ કાર્ય
T20 વર્લ્ડકપ માટે જાહેર કરાયેલી ટીમમાંથી તિલક વર્માને પણ સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તે સ્વસ્થ છે. પરંતુ વોશિંગ્ટન સુંદર હજુ સુધી ટીમમાં જોડાયા નથી અને તેની સ્થિતિ અંગે કોઈ ચોક્કસ અપડેટ નથી. BCCIને આશા છે કે વોશિંગ્ટન સુંદર જલ્દી સ્વસ્થ થઈને ટીમમાં જોડાશે, પરંતુ હાલમાં એવું લાગે છે કે વોશિંગ્ટન સુંદર પહેલી મેચ રમી શકશે નહીં. તે ગમે તેટલી ઝડપથી સ્વસ્થ થઈ જાય, તે શંકાસ્પદ છે કે તે 7 ફેબ્રુઆરી સુધીમાં મેચ-ફિટ થઈ જશે કે નહીં.
આ પણ વાંચો: WPL 2026ની ક્લોઝિંગ સેરેમનીમાં મલાઈકા અરોરાનું જોરદાર પર્ફોમન્સ, તલવિંદરે મચાવી ધૂમ