ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડકપ 2026ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. બંને ટીમોમાં ઘણા એવા ખેલાડીઓ છે જેમણે અત્યાર સુધી ટુર્નામેન્ટમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. તેથી બધાની નજર એ જોવા પર રહેશે કે ભારત કે ન્યુઝીલેન્ડમાંથી કયો ખેલાડી ફાઈનલમાં જીત મેળવી શકશે.
તો આ ફાઈનલ મેચ પહેલા તમને 2007થી T20 વર્લ્ડકપ ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતનારા ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
આ ખેલાડીઓએ અત્યાર સુધી ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો
T20 વર્લ્ડકપની પહેલી સીઝન 2007માં રમાઈ હતી, અને ફાઈનલ મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ જીતી હતી. ત્યારબાદ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ ઈરફાન પઠાણને મળ્યો, જેને બેટિંગ કરતી વખતે અણનમ 3 રન બનાવ્યા અને 4 ઓવરમાં માત્ર 16 રન આપીને 3 વિકેટ લીધી. ત્યારબાદ પાકિસ્તાને 2009નો T20 વર્લ્ડકપ જીત્યો, અને શાહિદ આફ્રિદીએ ફાઈનલ મેચમાં અણનમ 54 રન બનાવીને 20 રન આપીને 1 વિકેટ ઝડપીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો.
ઈંગ્લેન્ડે 2010નો T20 વર્લ્ડકપ જીત્યો હતો, અને ક્રેગ કિસવેટરે ફાઈનલમાં બેટથી તેમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કિસવેટરે 63 રન બનાવ્યા હતા અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો. વેસ્ટ ઈન્ડીઝે 2012નો T20 વર્લ્ડકપ જીત્યો હતો, અને માર્લોન સેમ્યુઅલ્સે ફાઈનલમાં 78 રન બનાવ્યા હતા અને 15 રન આપીને 1 વિકેટ લીધી હતી, જેમાં તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો.
2014માં શ્રીલંકાએ T20 વર્લ્ડકપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાને હરાવીને પહેલી વાર ટ્રોફી જીતી હતી. શ્રીલંકા માટે 52 રનની અણનમ ઈનિંગ રમી રહેલા કુમાર સંગાકારાએ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ જીત્યો હતો. 2016માં વેસ્ટ ઈન્ડીઝે ફરી એકવાર ફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવીને T20 વર્લ્ડકપની ટ્રોફી જીતી હતી. માર્લોન સેમ્યુઅલ્સને 85 રનની અણનમ ઈનિંગ બદલ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.
ઓસ્ટ્રેલિયાએ 2021માં ન્યુઝીલેન્ડને હરાવીને પહેલી વખત T20 વર્લ્ડકપ જીત્યો હતો. ટીમ માટે મિચેલ માર્શ સ્ટાર પર્ફોર્મર હતો, તેને શાનદાર અણનમ 77 રન બનાવીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો. ઈંગ્લેન્ડે 2022માં તેમનો બીજો T20 વર્લ્ડકપ જીત્યો હતો, જેમાં સેમ કરને તેમની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, તેને ટાઈટલ મેચમાં પાકિસ્તાન સામે 4 ઓવરમાં 12 રન આપીને 3 વિકેટ લીધી હતી.
ભારતીય ટીમે 2024માં સાઉથ આફ્રિકાને હરાવીને બીજી વખત T20 વર્લ્ડકપ જીત્યો હતો. ટીમ ઈન્ડિયા માટે વિરાટ કોહલીએ બેટ દ્વારા મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેમાં તેને શાનદાર 76 રન બનાવ્યા હતા અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો.
2007થી T20 વર્લ્ડકપ ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતનારા ખેલાડીઓ
| ખેલાડી | ટીમ | વિરોધી ટીમ | વર્ષ |
| ઈરફાન પઠાણ | ભારત | પાકિસ્તાન | 2007 |
| શાહિદ આફ્રિદી | પાકિસ્તાન | શ્રીલંકા | 2008 |
| ક્રેગ કિસવેટર | ઈંગ્લેન્ડ | ઓસ્ટ્રેલિયા | 2010 |
| માર્લોન સેમ્યુઅલ્સ | વેસ્ટ ઈન્ડીઝ | શ્રીલંકા | 2012 |
| કુમાર સંગાકારા | શ્રીલંકા | ભારત | 2014 |
| માર્લોન સેમ્યુઅલ્સ | વેસ્ટ ઈન્ડીઝ | ઈંગ્લેન્ડ | 2016 |
| મિચેલ માર્શ | ઓસ્ટ્રેલિયા | ન્યુઝીલેન્ડ | 2021 |
| સેમ કરન | ઈંગ્લેન્ડ | પાકિસ્તાન | 2022 |
| વિરાટ કોહલી | ભારત | સાઉથ આફ્રિકા | 2024 |
આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!













