ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ T20 વર્લ્ડ કપ 2026ની ટક્કર શ્રીલંકાના કોલંબોમાં આવેલા આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. આ મુકાબલાને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બંને ટીમોની તાકાત અને મેદાનની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, પિચ રિપોર્ટ મેચના પરિણામમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.


કોલંબોના મેદાનમાં  સર્વોચ્ચ સ્કોર 182 રન છે 

કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચોએ પિચનો સ્વભાવ સ્પષ્ટ કર્યો છે. શ્રીલંકા-આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા-આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વે-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચોમાં કોઈપણ ટીમ 200 રન સુધી પહોંચી શકી નથી. ઓસ્ટ્રેલિયાએ આયર્લેન્ડ સામે બનાવેલા 182/6 અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર રહ્યો છે, જે દર્શાવે છે કે મોટા સ્કોર માટે બેટ્સમેનોને મહેનત કરવી પડે છે.

ટૂર્નામેન્ટની ચોથી મેચ રહેશે

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર આ મેદાન પર ટૂર્નામેન્ટની ચોથી મેચ રહેશે. બંને ટીમો વચ્ચે હંમેશા ભારે દબાણ હોય છે, જેના કારણે બેટ્સમેનો પર વધારાનો માનસિક બોજ રહે છે. આવી પરિસ્થિતિમાં 200 રનનો આંક પાર કરવો સરળ નહીં હોય. જોકે, જો ભારત પ્રથમ બેટિંગ કરે અને સારી શરૂઆત મળે, તો પડકારજનક સ્કોર ઉભો કરી શકાય છે. પિચનો સ્વભાવ સ્પિનરોને અનુકૂળ માનવામાં આવે છે. અત્યાર સુધીની મેચોમાં સ્પિન બોલરોનું વર્ચસ્વ સ્પષ્ટ જોવા મળ્યું છે. પિચમાં ડબલ સ્પીડ હોવાને કારણે બોલ ક્યારેક ધીમો તો ક્યારેક ઝડપી આવે છે, જે બેટ્સમેનો માટે મુશ્કેલી ઊભી કરે છે. ખાસ કરીને મધ્ય ઓવરોમાં સ્પિનરો મેચ પલટી શકે છે.ફાસ્ટ બોલરોને શરૂઆતમાં થોડી મદદ મળી શકે છે, ખાસ કરીને નવા બોલ સાથે. જો કે, મેચ આગળ વધતા સ્પિનરો વધુ અસરકારક સાબિત થાય તેવી સંભાવના છે. તેથી ટીમ કોમ્બિનેશનમાં સ્પિનરોને મહત્વ આપવામાં આવી શકે છે.

ભારતનો T20 રેકોર્ડ પણ મજબૂત રહ્યો છે

આ મેદાન પર ભારતનો T20 રેકોર્ડ પણ મજબૂત રહ્યો છે. ભારતે અહીં અત્યાર સુધી 15 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાંથી 11 માં જીત મેળવી છે અને માત્ર 4 માં પરાજય થયો છે. આ આંકડા ભારતીય ટીમ માટે આત્મવિશ્વાસ વધારનારા છે. હવે જોવાનું રહેશે કે કોલંબોની પિચ પર રનોનો વરસાદ જોવા મળશે કે પછી બોલરોનો જ દબદબો રહેશે.

આ પણ  વાંચો - T20 World Cup 2026 Points Table: સાઉથ આફ્રિકાની જીત બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર



  • Follow us on: