ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડકપ 2026ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ટીમ ઈન્ડિયાએ શાનદાર બેટિંગ પ્રદર્શન કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 256 રન બનાવ્યા.


ભારતીય ટીમ માટે અભિષેક શર્મા, સંજુ સેમસન અને ઈશાન કિશન બધાએ અડધી સદી ફટકારી. આ સાથે ટીમ ઈન્ડિયાએ એક એવી સિદ્ધિ હાંસલ કરી જે અગાઉ કોઈ અન્ય ટીમે T20I મેચોમાં હાંસલ કરી ન હતી.

ટીમ ઈન્ડિયાએ T20 ઈન્ટરનેશનલમાં 50મી વખત 200થી વધુનો સ્કોર બનાવ્યો

T20 ક્રિકેટની શરૂઆતથી ભારતીય ટીમે આ ફોર્મેટ પર પ્રભુત્વ મેળવ્યું છે. છેલ્લા દાયકામાં ટીમ ઈન્ડિયાના વર્ચસ્વની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ભારત હવે 50 વખત T20 ઈન્ટરનેશનલ મેચોમાં 200 થી વધુ રન બનાવનાર ટીમ બની ગઈ છે. સાઉથ આફ્રિકા, જે આ લિસ્ટમાં બીજા નંબરે આવે છે, તેને T20 ઈન્ટરનેશનલ મેચોમાં 29 વખત 200 થી વધુ રન બનાવ્યા છે.

T20 ઈન્ટરનેશનલ મેચોમાં સૌથી વધુ 200 થી વધુ સ્કોર ધરાવતી ટીમો

ભારત - 50 વખત

સાઉથ આફ્રિકા - 29 વખત

ન્યુઝીલેન્ડ - 28 વખત

સાઉથ આફ્રિકાનો વર્લ્ડકપ રેકોર્ડ તૂટી ગયો

ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ સામે T20 વર્લ્ડકપ ફાઈનલમાં 255 રન બનાવીને સાઉથ આફ્રિકાનો એક મોટો રેકોર્ડ તોડી નાખ્યો. ટીમ ઈન્ડિયા હવે T20 વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધુ 200 કે તેથી વધુ રન બનાવનારી ટીમ બની ગઈ છે. ભારતીય ટીમે અત્યાર સુધીમાં 7 વખત આ સિદ્ધિ મેળવી છે, જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ ફક્ત 6 વખત જ આ સિદ્ધિ મેળવી શકી છે.

T20 વર્લ્ડકપમાં સૌથી વધુ વખત 200 કે તેથી વધુ રન બનાવનાર ટીમો

ભારત - 7 વખત

સાઉથ આફ્રિકા - 6 વખત

ઈંગ્લેન્ડ - 4 વખત

શ્રીલંકા - 4 વખત

વેસ્ટ ઈન્ડીઝ - 4 વખત

આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!

  • Follow us on: