ભારતીય ટીમે T20 વર્લ્ડકપ 2026નું ટાઈટલ જીત્યું છે. ફાઈનલમાં ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને ટીમ ઈન્ડિયાએ ત્રીજી વખત T20 વર્લ્ડકપ જીત્યો. આ જીત બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ભવિષ્યમાં તે જ ટીમને જાળવી રાખવામાં આવશે, કે પછી T20 માટે એક નવી તાકાત અને સંતુલન બનાવવામાં આવશે?


T20 વર્લ્ડકપની આગામી સિઝન 2028માં યોજાવાની છે, અને તે પહેલાં લોસ એન્જલસ ઓલિમ્પિક યોજાવાનું છે. ટીમ ઈન્ડિયાનું મેનેજમેન્ટ નવી ટીમ બનાવશે કે કેમ તે એક મોટો સવાલ છે. પરંતુ વર્તમાન ફોર્મ અને પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા કેટલાક ખેલાડીઓ એવા છે જેમને T20 વર્લ્ડકપ જીતવા છતાં ટીમમાંથી બહાર કરી શકાય છે.

રિંકુ સિંહ માટે મોટો ખતરો

રિંકુ સિંહ સૌથી મોટા ખતરાનો સામનો કરી રહ્યો છે. આ લેફ્ટ બેન્ડ બેટ્સમેન T20 વર્લ્ડકપમાં ખરાબ રીતે નિષ્ફળ ગયો, તેને 5 મેચમાં 8 ની એવરેજથી માત્ર 29 રન બનાવ્યા. ફિનિશર તરીકે રિંકુ સિંહની નિષ્ફળતાએ ટીમ ઈન્ડિયાને તેના સમગ્ર બેટિંગ ક્રમમાં ફેરફાર કરવાની ફરજ પાડી. નજીકના ભવિષ્યમાં તેને ટીમમાંથી બહાર કરી શકાય છે.

મોહમ્મદ સિરાજ પણ થઈ શકે છે બહાર

મોહમ્મદ સિરાજનું સ્થાન પણ જોખમમાં મુકાશે, કારણ કે તે હર્ષિત રાણાની ઈજા પછી ટીમ ઈન્ડિયામાં જોડાયો હતો. મોહમ્મદ સિરાજે યુએસએ સામે રમ્યો હતો અને 2 વિકેટ લીધી હતી. તે મેચ પછી મોહમ્મદ સિરાજને કોઈ પણ મેચમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. એકવાર હર્ષિત રાણા ફિટ થઈ જાય, પછી મોહમ્મદ સિરાજને ટીમમાંથી બહાર કરી શકાય છે.

જસપ્રીત બુમરાહને આપવામાં આવ્યો આરામ

ભવિષ્યમાં જસપ્રીત બુમરાહને T20I મેચોમાંથી આરામ આપવામાં આવી શકે છે. ભારતીય ટીમ 2027માં ODI વર્લ્ડકપ રમવાની છે, તેથી જસપ્રીત બુમરાહ હાલ માટે ODI ફોર્મેટ સુધી મર્યાદિત હોઈ શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ IPLના અંતે VVS લક્ષ્મણ, ગૌતમ ગંભીર અને કેપ્ટન શુભમન ગિલની આગેવાની હેઠળની નેળનલ પસંદગી સમિતિ અને સેન્ટર ઓફ એક્સેલન્સ સંયુક્ત રીતે આગામી T20 વર્લ્ડકપ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરશે.

જસપ્રીત બુમરાહનું વર્કલોડ મેનેજમેન્ટ આ યોજનાનું મુખ્ય પાસું હશે. આગામી વર્લ્ડકપ પહેલા ભારત 30 થી 35 ODI રમશે, જેમાં જસપ્રીત બુમરાહને સમાવવા માટે એક ખાસ વ્યૂહરચના વિકસાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે જસપ્રીત બુમરાહ 19 નવેમ્બર, 2023 ના રોજ વર્લ્ડકપ ફાઈનલ પછી એક પણ ODI રમ્યો નથી. તેને આ દરમિયાન 21 ટેસ્ટ અને 21 T20I રમી છે.

આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!

  • Follow us on: