ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ICC મહિલા વર્લ્ડ કપ 2025 માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી છે. 8 ટીમોનો મહિલા ODI વર્લ્ડ કપ 30 સપ્ટેમ્બરથી ભારત અને શ્રીલંકામાં શરૂ થવા જઈ રહ્યો છે. નીતુ ડેવિડના નેતૃત્વ હેઠળની મહિલા પસંદગી સમિતિએ આ ટુર્નામેન્ટ માટે 15 સ્ટાર ખેલાડીઓનું સિલેક્શન કર્યું છે.
સિલેક્શન પછી નીતુ ડેવિડે એક પ્રેસ કોન્ફરન્સમાં ટીમની જાહેરાત કરી. આ ટુર્નામેન્ટમાં હરમનપ્રીત કૌર ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે.
શેફાલી વર્માને સ્થાન ન મળ્યું
સ્મૃતિ મંધાનાને ICC મહિલા વર્લ્ડકપ 2025 માટે વાઈસ કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવી છે, જે લાંબા સમયથી આ જવાબદારી સંભાળી રહી છે. પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા અને જેમિમા રોડ્રિગ્સ જેવી સ્ટાર ખેલાડીઓ પણ આ ટીમનો ભાગ છે. પરંતુ શેફાલી વર્માને ટીમમાં પસંદ કરવામાં આવી નથી.
શેફાલી વર્માનું તાજેતરનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી, તેને ટીમમાંથી પણ બહાર કરવામાં આવી હતી. તે હાલમાં ભારતીય A ટીમ સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે.
ટીમ ઈન્ડિયા મેચ શેડ્યૂલ
ICC મહિલા વર્લ્ડ કપ 2025 માં ટીમ ઈન્ડિયા 30 સપ્ટેમ્બરે શ્રીલંકા સામે પોતાનો પહેલી મેચ રમશે. આ પછી ટીમનો સામનો પાકિસ્તાનની ટીમ સાથે થશે, આ મેચ 5 ઓક્ટોબરે રમાશે. ટીમ ઈન્ડિયા 9 ઓક્ટોબરે સાઉથ આફ્રિકા, 12 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા, 19 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ, 23 ઓક્ટોબરે ન્યુઝીલેન્ડ અને 26 ઓક્ટોબરે બાંગ્લાદેશનો સામનો કરશે. આ મેચ હાઈબ્રિડ મોડેલ પર રમાશે. પાકિસ્તાન તેની બધી મેચ કોલંબોના તટસ્થ સ્થળ પર રમશે. ભારતમાં ટુર્નામેન્ટની મેચો બેંગલુરુ, ઈન્દોર, ગુવાહાટી અને વિશાખાપટ્ટનમમાં રમાશે.
વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, જેમિમા રોડ્રિગ્સ, રેણુકા સિંહ, અરુંધતિ રેડ્ડી, રિચા ઘોષ, ક્રાંતિ ગૌડ, અમનજોત કૌર, રાધા યાદવ, શ્રી ચારણી, યાસ્તિકા ભાટિયા, સ્નેહ રાણા.