ભારતે નાગપુરમાં ન્યૂઝીલેન્ડ સામેની પહેલી T20Iમાં શાનદાર જીત નોંધાવી. આજે (23 જાન્યુઆરી), સિરીઝ રાયપુર પહોંચશે, જ્યાં બંને ટીમો શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમ ખાતે બીજી T20I રમશે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવા અને સિરીઝમાં 2-0થી આગળ રહેવાનો પ્રયાસ કરશે. પહેલી મેચ જીતવા છતાં, આજે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર જોવા મળી શકે છે. આ ફેરફાર અક્ષર પટેલના રૂપમાં હોઈ શકે છે, જે નાગપુરમાં બોલિંગ કરતી વખતે ઘાયલ થયો હતો.


અક્ષર પટેલ બહાર! પસંદગીમાં ફેરફાર શક્ય

પહેલી મેચ પછી ટીમમાં ઘણા ફેરફારની જરૂર નથી, પરંતુ અક્ષર પટેલની ઈજાને કારણે તેને આગામી T20 વર્લ્ડ કપ માટે આરામ આપવામાં આવી શકે છે. અક્ષર પટેલને પોતાની જ બોલિંગમાં કેચ લેતી વખતે આંગળીમાં ઈજા થઈ હતી, જેના કારણે તેને ઓવરની વચ્ચે મેદાન છોડી દેવું પડ્યું હતું. હાલમાં તેની ફિટનેસ અસ્પષ્ટ છે. એવું માનવામાં આવે છે કે આ સ્ટાર ઓલરાઉન્ડર રાયપુરની રમત ચૂકી જશે.

જો અક્ષર પટેલ બહાર હોય તો કોને તક મળશે?

મોટો પ્રશ્ન એ છે કે જો અક્ષર પટેલને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવામાં આવે તો કોને સામેલ કરવામાં આવશે. સૂર્યકુમાર યાદવ અને ગૌતમ ગંભીર ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવને તક આપી શકે છે. આ સ્થિતિમાં, ભારત બે કાંડા સ્પિનર, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવને એકસાથે રમતા જોઈ શકે છે, જે ભાગ્યે જ જોવા મળે છે. પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ટીમ ઇન્ડિયાની બેટિંગ મજબૂત દેખાઈ હતી. મેનેજમેન્ટ બોલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

બધાની નજર સેમસન અને ઈશાન પર

ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર આ મેચમાં પણ પહેલી મેચ જેવો જ રહેશે. જોકે, સંજુ સેમસન અને ઈશાન કિશન પહેલી મેચમાં સસ્તામાં આઉટ થયા બાદ આ મેચમાં સારી ઇનિંગ્સ સાથે ફોર્મમાં પાછા ફરવા માગશે. ટીમમાં સેમસનનું સ્થાન હાલમાં નિશ્ચિત છે, પરંતુ ઈશાન કિશનને રન બનાવવા પડશે. ઈજાને કારણે પહેલી ત્રણ મેચમાંથી બહાર રહેલા તિલક વર્માના સ્થાને તેને ત્રીજા નંબર પર તક આપવામાં આવી છે. બીજી તરફ, અભિષેક શર્મા ફરી એકવાર ટીમ ઈન્ડિયાને તોફાની શરૂઆત આપવાના ઈરાદા સાથે રમશે.

ભારતના સંભવિત પ્લેઈંગ 11:

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, શિવમ દુબે, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી.

આ પણ વાંચો- Smriti Mandhana સાથે લગ્ન તૂટ્યા બાદ પલાશ મુછલ ફરી વિવાદમાં, ક્રિકેટરના ખાસ મિત્ર સાથે કરી લાખોની છેતરપિંડી!

  • Follow us on: