ભારતીય ટીમ છેલ્લા કેટલાક સમયથી પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે. જેના કારણે BCCI ટીમને મજબૂત બનાવવા માટે કેટલાક મોટા નિર્ણયો પણ લઈ રહ્યું છે. કેપ્ટનશીપમાં ફેરફાર સિવાય ટીમ મેનેજમેન્ટમાં પણ ફેરફારો થઈ રહ્યા છે.


આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે BCCIએ મહાન ભારતીય ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ફરીથી ટીમમાં જોડાવાની ઓફર કરી છે. આ પરિસ્થિતિમાં સવાલએ ઊભો થાય છે કે શું BCCI ધોનીને T20 વર્લ્ડકપ 2026 માટે મેન્ટરની ભૂમિકામાં જોવા માગે છે?

મહેન્દ્ર સિંહ ધોનીને BCCI તરફથી મળી ઓફર

મીડિયા રિપોર્ટ મુજબ BCCIએ મહેન્દ્ર સિંહ ધોનીને T20 વર્લ્ડકપ 2026 માટે ટીમના મેન્ટર બનવા માટે એક મોટી ઓફર આપી છે. બોર્ડ ડ્રેસિંગ રૂમમાં ધોની જેવા દિમાગ ધરાવતા ખેલાડીનો ઉપયોગ કરવા માંગે છે. પરંતુ ધોની આ ઓફરને નકારી શકે તેવી શક્યતા વધુ છે.

મીડિયા રિપોર્ટ મુજબ ભારતીય ટીમના વર્તમાન મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને ધોની વચ્ચેના સંબંધો ખૂબ સારા નથી. આવી સ્થિતિમાં, ટીમ મેનેજમેન્ટમાં ધોનીની એન્ટ્રી ડ્રેસિંગ રૂમના વાતાવરણને પણ બદલી શકે છે. પરંતુ BCCI હજુ પણ માને છે કે ધોની અને ગંભીર સાથે કામ કરવાથી ટીમ ઈન્ડિયાની જીત સુનિશ્ચિત થશે.

મહેન્દ્ર સિંહ ધોની બનશે મેન્ટર?

અનુભવી મહેન્દ્ર સિંહ ધોની આ પહેલા 2021 ના ​​T20 વર્લ્ડકપ દરમિયાન ટીમનો ભાગ હતો. જ્યાં ટીમ ઈન્ડિયા લીગ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી. મહેન્દ્ર સિંહ ધોનીને કેપ્ટન તરીકે ઘણી સફળતા મળી છે, પરંતુ શું તે એક મેન્ટર તરીકે તે જ સફળતાનું કમબેક કરી શકશે? આ કહેવું હજુ વહેલું ગણાશે. ટીમ ઈન્ડિયાએ છેલ્લો T20 વર્લ્ડકપ જીત્યો છે, તેથી તેઓ ટાઈટલ બચાવવા માટે મેદાનમાં ઉતરશે. ફેન્સને આશા છે કે ધોની IPL 2026 માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતો જોવા મળશે.

  • Follow us on: