અંડર-19 વર્લ્ડકપ 2026ની બીજી સેમીફાઈનલ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 4 ફેબ્રુઆરીના રોજ બુલાવાયોમાં રમાઈ હતી. ભારતીય ટીમે આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, અફઘાનિસ્તાનને હરાવીને ફાઈનલમાં ક્વોલિફાય કર્યું. ભારત તરફથી એરોન જ્યોર્જ, વૈભવ સૂર્યવંશી અને કેપ્ટન આયુષ મ્હાત્રેએ શાનદાર બેટિંગ કરી હતી.
ભારતે અફઘાન બોલરોને હરાવ્યા. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડ કપ ફાઇનલ હવે 6 ફેબ્રુઆરીએ રમાશે. ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટથી હરાવીને સેમીફાઈનલ મેચ જીતી.
ભારતીય ટીમે અંડર-19 વનડે વર્લ્ડકપ સેમીફાઈનલમાં અત્યાર સુધીનો સૌથી મોટો રન ચેઝ પૂર્ણ કર્યો. આ પહેલા સેમીફાઈનલમાં ક્યારેય 300+ના ટાર્ગેટનો પીછો કરવામાં આવ્યો ન હતો. હવે ભારત 6 ફેબ્રુઆરીના રોજ ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે.
અફઘાનિસ્તાને બનાવ્યો મોટો સ્કોર
પહેલા બેટિંગ કરતા અફઘાનિસ્તાને 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 310 રન બનાવ્યા. ઓપનર ઉસ્માન સદાત અને ખાલિદ અહમદઝાઈએ ટીમ માટે મોટી ઈનિંગ રમી ન હતી. ઉસ્માનએ 39 રન બનાવ્યા, જ્યારે ખાલિદે 31 રન બનાવ્યા. પરંતુ ત્યારબાદ ફૈઝલ શિનોઝાદાએ 93 બોલમાં 110 રન બનાવ્યા.
જ્યારે ઉઝૈરુલ્લાહ નિયાઝાઈએ 86 બોલમાં અણનમ 101 રન બનાવ્યા. બંનેએ શાનદાર બેટિંગ કરી અને ભારતીય બોલરોને મુશ્કેલીમાં મુક્યા. ભારત માટે, દીપેશ દેવેન્દ્રને 2 વિકેટ અને કનિષ્ક ચૌહાણે 2 વિકેટ લીધી. દીપેશ 10 ઓવરમાં 64 રન આપ્યા, જ્યારે કનિષ્કે 9 ઓવરમાં 55 રન આપ્યા.
ભારતે લક્ષ્ય હાંસલ કર્યું
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતની શરૂઆત મજબૂત રહી. ઓપનર તરીકે વૈભવ સૂર્યવંશીએ શાનદાર બોલિંગ કરી, તેને 33 બોલમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 68 રન બનાવ્યા. વૈભવના આઉટ થયા પછી એરોન જ્યોર્જે સદી ફટકારી અને ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
ત્રીજા નંબર પર કેપ્ટન આયુષ મ્હાત્રેએ પણ શાનદાર પ્રદર્શન કર્યું, તેને 59 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 62 રન બનાવ્યા. આ ઈનિંગમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. ભારતે 41.1 ઓવરમાં 311/3 નો સ્કોર કરીને મેચ જીતી લીધી.
આ પણ વાંચો: Englandએ રોમાંચક મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયનને હરાવીને U19 વર્લ્ડકપના ફાઈનલમાં કરી એન્ટ્રી