વૈભવ સૂર્યવંશી અંડર-19 વર્લ્ડકપમાં વિસ્ફોટક બેટિંગ કરી રહ્યો છે. તે આવતાની સાથે જ આક્રમક સ્ટાઈલમાં બેટિંગ કરે છે. બીજી વાત છે કે તે આ સારી શરૂઆતને મોટી ઈનિંગમાં રૂપાંતરિત કરી શક્યો નથી. ઝિમ્બાબ્વે સામેની સુપર 6 મેચમાં ફરી એકવાર આવું જ કંઈક થયું. અહીં તેને શાનદાર 50 રન બનાવ્યા, પરંતુ ત્યારબાદતે આઉટ થઈ ગયો.


અંડર 19 વર્લ્ડકપમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે સુપર 6 મેચ

અંડર-19 વર્લ્ડકપના સુપર સિક્સ રાઉન્ડમાં ભારત અને ઝિમ્બાબ્વે એકબીજા સામે રમી રહ્યા છે. ભારતીય કેપ્ટન ટોસ હારી ગયો, પણ તેને જે જોઈતું હતું તે મળ્યું. ઝિમ્બાબ્વેના કેપ્ટને ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું. આયુષ પોતે ઓપનિંગ પોઝિશન પર સારું પ્રદર્શન કરી રહ્યો નથી, તેથી તે હવે ત્રીજા નંબરે આવી રહ્યો છે. વૈભવ સૂર્યવંશી સાથે એરોન જ્યોર્જ ઈનિંગની શરૂઆત કરી રહ્યો છે.

એરોન જ્યોર્જ અને વૈભવ સૂર્યવંશીએ ભારતને અપાવી સારી શરૂઆત

ઝિમ્બાબ્વે સામેની મેચ શરૂ થઈ ત્યારે એરોન અને વૈભવે ટીમ ઈન્ડિયાને મજબૂત શરૂઆત અપાવી. એરોન જ્યોર્જ 23 રન બનાવીને આઉટ થયો. તેને 16 બોલમાં આ રન બનાવ્યા, જેમાં 1 સિક્સર અને 2 ફોર ફટકારી. ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા કેપ્ટન આયુષ આ વખતે ખાસ કંઈ કરી શક્યો નહીં, તેને 19 બોલમાં 21 રન બનાવ્યા.


સારી વાત એ હતી કે વૈભવ હજુ પણ રમી રહ્યો હતો. ટીમનો સ્કોર પહેલા 50 રન સુધી પહોંચ્યો અને પછી ઝડપથી 100 રનને વટાવી ગયો. વૈભવ સારી બેટિંગ કરી રહ્યો હતો, પરંતુ તે દરમિયાન આઉટ થઈ ગયો. માત્ર 24 બોલમાં 50 રન બનાવ્યા બાદ વૈભવ તેની સદી તરફ આગળ વધી રહ્યો હતો, પરંતુ તે પહોંચે તે પહેલાં જ આઉટ થઈ ગયો.

વૈભવે માત્ર 30 બોલમાં 52 રન ફટકાર્યા

વૈભવે 30 બોલમાં 52 રનની ટૂંકી પણ આક્રમક ઈનિંગ રમી. તેને 4 ચોગ્ગા અને 4 જબરદસ્ત છગ્ગા ફટકાર્યા. તેનો સ્ટ્રાઈક રેટ 173.33 હતો. જ્યારે ભારતની ત્રીજી વિકેટ વૈભવ સૂર્યવંશીના રૂપમાં પડી ત્યારે ભારતીય ટીમે 101 રન બનાવી લીધા હતા. 11મી ઓવર ચાલી રહી હતી. રન સારા બની રહ્યા હતા, પરંતુ વિકેટો ઝડપથી પડી રહી હતી. આ ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય હતો.

આ પણ વાંચો: T20 World Cup 2026માં બાંગ્લાદેશની થશે એન્ટ્રી? PCBની ધમકી સામે ICC લેશે એક્શન!


  • Follow us on: