ભારત અને ન્યુઝીલેન્ડ 18 જાન્યુઆરીએ સિરીઝની ત્રીજી ODI મેચમાં એકબીજા સામે ટકરાશે. આ મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાનો આ મેદાન પર રેકોર્ડ મજબૂત છે, પરંતુ ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી માટે તે ભાગ્યશાળી મેદાન રહ્યું નથી.
વિરાટ અત્યાર સુધી ODI ક્રિકેટમાં આ મેદાન પર રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. તેથી વિરાટ કોહલી ત્રીજી ODIમાં મોટી ઈનિંગ રમવાનો પ્રયાસ કરશે.
હોલકર સ્ટેડિયમમાં વિરાટનો રેકોર્ડ સારો નથી
વિરાટે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં ફક્ત 4 વનડે રમી છે, જેમાં તેને 33 ની એવરેજથી ફક્ત 99 રન બનાવ્યા છે. આ સ્થળે તેનો હાઈએસ્ટ સ્કોર ફક્ત 36 છે, એટલે કે તેનેહજુ સુધી હોલકર સ્ટેડિયમમાં સદી કે અડધી સદી ફટકારી નથી. તેથી ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી વનડેમાં વિરાટ કેટલા રન બનાવી શકે છે તે જોવાનું રહેશે. વિરાટ કોહલી હાલમાં શાનદાર ફોર્મમાં છે.
વિરાટ પહેલી વનડેમાં સદી ચૂક્યો
સાઉથ આફ્રિકા સિરીઝ પછી વિરાટ કોહલી જબરદસ્ત ફોર્મમાં છે. તેને સાઉથ આફ્રિકા સામેની 3 મેચની ODI સિરીઝમાં શાનદાર બેટિંગ કરી, પહેલી 2 મેચમાં સદી અને છેલ્લી ODIમાં અડધી સદી ફટકારી. ત્યારબાદ તેને ન્યુઝીલેન્ડ સામેની પહેલી ODIમાં 93 રન બનાવ્યા, જ્યારે બીજી મેચમાં તે ફક્ત 23 રન બનાવીને આઉટ થયો. તેથી વિરાટ ત્રીજી મેચમાં બીજી મોટી ઈનિંગ રમવાનો પ્રયાસ કરશે.
વિરાટ સેહવાગ અને પોન્ટિંગના રેકોર્ડ તોડી શકે છે
જો વિરાટ કોહલી ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી વનડેમાં સદી ફટકારે છે, તો તે ODI ફોર્મેટમાં તેમની સામે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની જશે અને વીરેન્દ્ર સેહવાગ અને રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડી નાખશે. સેહવાગ અને પોન્ટિંગે ન્યુઝીલેન્ડ સામે વનડેમાં 6 સદી ફટકારી છે અને વિરાટ કોહલીની પણ 6 સદી છે, તેથી તેને બંને દિગ્ગજોને પાછળ છોડી દેવા માટે ફક્ત 1 સદીની જરૂર છે.
આ પણ વાંચો: MI Vs UPW: અમનજોત કૌરની ઈનિંગ ગઈ વ્યર્થ, UP વોરિયર્સની સતત બીજી જીત