ICC મહિલા વર્લ્ડકપ 2025 માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ વખતે ભારત ODI વર્લ્ડકપ 2025નું આયોજન કરી રહ્યું છે. વર્લ્ડકપ શરૂ થવામાં ફક્ત 50 દિવસ બાકી છે.
વર્લ્ડકપ 30 સપ્ટેમ્બરથી શરૂ થશે. જ્યાં ભારતીય મહિલા ટીમ શ્રીલંકાની મહિલા ટીમ સામે ટકરાશે. ODI વર્લ્ડકપનો ફાઈનલ મેચ 2 નવેમ્બરના રોજ યોજાશે.
ICC મહિલા વર્લ્ડકપ 2025નું સંપૂર્ણ શેડ્યુલ
30 સપ્ટેમ્બર, મંગળવાર - ભારત વિ શ્રીલંકા – બેંગલુરુ
1 ઓક્ટોબર, બુધવાર - ઓસ્ટ્રેલિયા વિ ન્યુઝીલેન્ડ – ઈન્દોર
2 ઓક્ટોબર, ગુરુવાર - બાંગ્લાદેશ વિ પાકિસ્તાન – કોલંબો
3 ઓક્ટોબર, શુક્રવાર - ઈંગ્લેન્ડ વિ સાઉથ આફ્રિકા – બેંગલુરુ
4 ઓક્ટોબર, શનિવાર - ઓસ્ટ્રેલિયા વિ શ્રીલંકા – કોલંબો
5 ઓક્ટોબર, રવિવાર - ભારત વિ પાકિસ્તાન – કોલંબો
6 ઓક્ટોબર,સોમવાર - ન્યુઝીલેન્ડ વિ સાઉથ આફ્રિકા – ઈન્દોર
7 ઓક્ટોબર, મંગળવાર - ઈંગ્લેન્ડ વિ બાંગ્લાદેશ – ગુવાહાટી
8 ઓક્ટોબર, બુધવાર - ઓસ્ટ્રેલિયા વિ પાકિસ્તાન – કોલંબો
9 ઓક્ટોબર, ગુરુવાર - ભારત વિ સાઉથ આફ્રિકા – વિઝાગ
10 ઓક્ટોબર, શુક્રવાર - ન્યુઝીલેન્ડ વિ બાંગ્લાદેશ – વિઝાગ
11 ઓક્ટોબર, શનિવાર - ઈંગ્લેન્ડ વિ શ્રીલંકા – ગુવાહાટી
12 ઓક્ટોબર, રવિવાર - ભારત વિ ઓસ્ટ્રેલિયા – વિઝાગ
13 ઓક્ટોબર, સોમવાર - સાઉથ આફ્રિકા વિ બાંગ્લાદેશ – વિઝાગ
14 ઓક્ટોબર, મંગળવાર - ન્યુઝીલેન્ડ વિ શ્રીલંકા – કોલંબો
15 ઓક્ટોબર, બુધવાર - ઈંગ્લેન્ડ વિ પાકિસ્તાન – કોલંબો
16 ઓક્ટોબર, ગુરુવાર - ઓસ્ટ્રેલિયા વિ બાંગ્લાદેશ – વિઝાગ
17 ઓક્ટોબર, શુક્રવાર - સાઉથ આફ્રિકા વિ શ્રીલંકા – કોલંબો
18 ઓક્ટોબર, શનિવાર - ન્યુઝીલેન્ડ વિ પાકિસ્તાન – કોલંબો
19 ઓક્ટોબર, રવિવાર - ભારત વિ ઈંગ્લેન્ડ – ઈન્દોર
20 ઓક્ટોબર, સોમવાર - શ્રીલંકા વિ બાંગ્લાદેશ – કોલંબો
21 ઓક્ટોબર, મંગળવાર - સાઉથ આફ્રિકા વિ પાકિસ્તાન – કોલંબો
22 ઓક્ટોબર, બુધવાર - ઓસ્ટ્રેલિયા વિ ઈંગ્લેન્ડ – ઈન્દોર
23 ઓક્ટોબર,ગુરુવાર - ભારત વિ ન્યુઝીલેન્ડ – ગુવાહાટી
24 ઓક્ટોબર, શુક્રવાર - પાકિસ્તાન વિ શ્રીલંકા – કોલંબો
25 ઓક્ટોબર, શનિવાર - ઓસ્ટ્રેલિયા વિ શ્રીલંકા – ઈન્દોર
26 ઓક્ટોબર, રવિવાર - ઈંગ્લેન્ડ વિ ન્યુઝીલેન્ડ – ગુવાહાટી
26 ઓક્ટોબર, રવિવાર - ભારત વિ બાંગ્લાદેશ – બેંગલુરુ
29 ઓક્ટોબર, બુધવાર - સેમીફાઈનલ 1 – ગુવાહાટી/કોલંબો
30 ઓક્ટોબર, ગુરુવાર - સેમીફાઈનલ 2 – બેંગલુરુ
2 નવેમ્બર, રવિવાર - ફાઈનલ – કોલંબો/બેંગલુરુ
ચોથી વખત વર્લ્ડકપનું આયોજન કરી રહ્યું છે ભારત
ભારતીય મહિલા ટીમ ચોથી વખત ક્રિકેટ વર્લ્ડકપનું આયોજન કરી રહી છે. આ પહેલા ભારતીય ટીમે 2013, 1997 અને 1978માં વર્લ્ડકપનું આયોજન કર્યું હતું .













