મહિલા પ્રીમિયર લીગ 2026 પહેલા RCBએ તેના કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર કર્યો છે. RCBએ ઈંગ્લેન્ડની ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અન્યા શ્રુબસોલને નવા બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. સુનેત્રા પરાંજપે અગાઉ 2025 સુધી RCB ના બોલિંગ કોચ તરીકે સેવા આપી ચૂક્યા છે. અન્યા શ્રુબસોલ અનુભવનો ભંડાર લાવે છે જે RCB ટીમ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.


અન્યા શ્રબસોલે ઈંગ્લેન્ડ માટે જીત્યું છે ટાઈટલ

અન્યા શ્રુબસોલે ઈંગ્લેન્ડ સાથે 2017 મહિલા વર્લ્ડકપ જીત્યો હતો. તેણે ઈંગ્લેન્ડ માટે 86 ODI પણ રમી હતી, જેમાં 106 વિકેટ અને 79 T20Iમાં 102 વિકેટ લીધી હતી. બાદમાં તેમણે 2012માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ત્યારબાદ તેણે ચાર્લોટ એડવર્ડ્સના નેતૃત્વમાં સધર્ન વાઈપર્સ સાથે સહાયક કોચ તરીકે કામ કર્યું હતું. અન્યા શ્રુબસોલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સાથે કામ કરવા માટે તૈયાર છે.

મલોલન રંગરાજન આરસીબી ટીમના છે હેડ કોચ

મલોલન રંગરાજન WPL 2026 માટે RCB ટીમના હેડ કોચ તરીકે સેવા આપશે. લ્યુક વિલિયમ્સ હાલમાં બિગ બેશ લીગમાં એડિલેડ સ્ટ્રાઈકર્સ સાથે છે અને RCB ટીમને તેમની સેવાઓ આપી શકશે નહીં. 2026ના મેન્સ T20 વર્લ્ડકપને સમાયોજિત કરવા માટે WPL એક મહિના વહેલા યોજાઈ રહી છે. આ ટુર્નામેન્ટ 8 જાન્યુઆરીથી શરૂ થવાની અને ફેબ્રુઆરીમાં સમાપ્ત થવાની ધારણા છે.

સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપમાં RCBએ જીત્યું છે ટાઈટલ

સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપ હેઠળ RCBએ WPL 2024નો ખિતાબ જીત્યો હતો. ટીમ પાછલી સીઝનમાં ચોથા સ્થાને રહી હતી. સ્મૃતિ મંધાના ઉપરાંત ટીમમાં એલિસ પેરી, રિચા ઘોષ, સોફી મોલિનેક્સ અને શ્રેયંકા પાટિલ જેવા ખેલાડીઓ છે. RCB આગામી સીઝનની ઓક્શન પહેલા આ ખેલાડીઓને રિટેન કરી શકે છે.

WPL 2025 પોઈન્ટ ટેબલમાં RCB ચોથા નંબરે રહી હતી. તેઓએ આ સીઝનમાં 8 મેચ રમી છે, જેમાં 3માં જીત અને 5 માં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચવામાં નિષ્ફળ રહી.


  • Follow us on: