મહિલા ક્રિકેટના સૌથી મોટા તબક્કા ICC વિમેન્સ T20 વર્લ્ડકપ 2026 નો ઉત્સાહ હવે નજીક આવી રહ્યો છે. ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં બધી ટીમો વોર્મ-અપ મેચો દ્વારા તેમની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપશે, અને હવે આ પ્રેક્ટિસ મેચોનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે.
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આ મેગા ઈવેન્ટ પહેલા 6 થી 10 જૂન દરમિયાન ઘણી મહત્વપૂર્ણ વોર્મ-અપ મેચો રમાશે, જેમાં વિશ્વની અગ્રણી મહિલા ટીમો એકબીજાનો સામનો કરશે.
ICCએ પુષ્ટિ આપી છે કે વોર્મ-અપ મેચો સોફિયા ગાર્ડન્સ, ડર્બી કાઉન્ટી ગ્રાઉન્ડ અને કાર્ડિફમાં લોફબરો યુનિવર્સિટી ખાતે યોજાશે. આ મેચો સ્થાનિક સમય મુજબ બે સ્લોટ (સવારે 10:00 અને બપોરે 3:00) માં રમાશે. આ એ જ લોફબરો યુનિવર્સિટી છે જ્યાં ECBનું નેશનલ ક્રિકેટ પર્ફોર્મન્સ સેન્ટર આવેલું છે. ભારતીય ટીમ બે વોર્મ-અપ મેચ રમશે. ટીમ ઈન્ડિયા 8 જૂને વેસ્ટ ઈન્ડિઝ સામે ટકરાશે. ત્યારબાદ 10 જૂને ઈંગ્લેન્ડ સામે ટકરાશે. આ પછી ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાં સીધી પાકિસ્તાન સામે ટકરાશે.
ટિકિટ વેચાણનો નવો રેકોર્ડ
આ દરમિયાન ટુર્નામેન્ટ માટે ફેન્સનો ઉત્સાહ પણ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. ICC મુજબ વિમેન્સ T20 વર્લ્ડકપ 2026 ઈતિહાસમાં સૌથી વધુ ટિકિટ વેચાતી સિઝન બની ગયો છે. અત્યાર સુધીમાં 1.45 લાખથી વધુ ટિકિટો વેચાઈ ગઈ છે, જ્યારે ટુર્નામેન્ટ શરૂ થવામાં હજુ 30 દિવસ બાકી છે. બર્મિંગહામમાં ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે ઓપનિંગ મેચ રમાશે.
ખાસ વાત એ છે કે આ વખતે ટિકિટનું વેચાણ 2020 વિમેન્સ T20 વર્લ્ડકપની સમગ્ર ટુર્નામેન્ટ માટે કુલ દર્શકોની સંખ્યા 136549 ને વટાવી ગઈ છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે વિમેન્સ ક્રિકેટની લોકપ્રિયતા સમગ્ર વિશ્વમાં ઝડપથી વધી રહી છે.
ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 વોર્મ-અપ મેચોનું શેડ્યૂલ
6 જૂન, 2026
નેધરલેન્ડ્સ વિરુદ્ધ સ્કોટલેન્ડ, ડર્બી (સવારે 10:00 વાગ્યે)
સાઉથ આફ્રિકા વિરુદ્ધ આયર્લેન્ડ, લોફબોરો (સવારે 10:00 વાગ્યે)
શ્રીલંકા વિરુદ્ધ પાકિસ્તાન, ડર્બી (બપોરે 03:00 વાગ્યે)
ન્યુઝીલેન્ડ વિરુદ્ધ બાંગ્લાદેશ, લોફબોરો (બપોરે 3:00 વાગ્યે)
8 જૂન, 2026
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ભારત, કાર્ડિફ (સવારે 10:00 વાગ્યે)
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, કાર્ડિફ (બપોરે 3:00 PM)
9 જૂન, 2026
સ્કોટલેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન, ડર્બી (સવારે 10:00 વાગ્યે)
આયર્લેન્ડ વિરુદ્ધ બાંગ્લાદેશ, લોફબોરો (સવારે 10:00 વાગ્યે)
નેધરલેન્ડ્સ વિરુદ્ધ શ્રીલંકા, ડર્બી (બપોરે 03:00 વાગ્યે)
સાઉથ આફ્રિકા વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, લોફબોરો (બપોરે 3:00 વાગ્યે)
10 જૂન, 2026
ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ, કાર્ડિફ (સવારે 10:00 વાગ્યે)
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, કાર્ડિફ (3:00 PM)
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?