સાઉથ આફ્રિકાએ ભારતને 209 રનનો ટાર્ગેટ આપ્યો છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ મેચમાં એબી ડી વિલિયર્સે અણનમ 63 રન બનાવીને સાઉથ આફ્રિકા માટે જોરદાર ધૂમ મચાવી છે.


આ પહેલા પાકિસ્તાન સામે ભારતની મેચ રદ્દ કરવામાં આવી હતી, તેથી આ ટીમ ઈન્ડિયાની WCL 2025 માં પહેલી મેચ છે. બીજી તરફ સાઉથ આફ્રિકાએ ટૂર્નામેન્ટની પોતાની પહેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું.

સાઉથ આફ્રિકાની ખરાબ શરુઆત

નોર્થમ્પ્ટનમાં રમાઈ રહેલી આ મેચમાં સાઉથ આફ્રિકાની ટીમ પહેલા બેટિંગ કરવા આવી. હાશિમ આમલા અને જે રુડોલ્ફે પહેલી વિકેટ માટે 35 રન બનાવ્યા, પરંતુ પછી આમલા 22 રન બનાવીને આઉટ થઈ ગયો. રુડોલ્ફ પણ વધુ સમય ક્રીઝ પર ટકી શક્યો નહીં, તેને યુવરાજ સિંહે 24 રનના સ્કોર પર રન આઉટ કર્યો.


સાઉથ આફ્રિકાએ 66 રનના સ્કોર પર પોતાની બીજી વિકેટ ગુમાવી દીધી, ત્યારબાદ એબી ડી વિલિયર્સ બેટિંગ કરવા આવ્યો અને આવતાની સાથે જ તેને ભારતીય બોલરો પર હુમલો કરવાનું શરૂ કરી દીધું. આફ્રિકન ટીમના બેટ્સમેનો નિયમિત અંતરાલે પોતાની વિકેટ ગુમાવતા રહ્યા અને થોડી જ વારમાં અડધી ટીમ 118 રનના સ્કોર સાથે પેવેલિયન પરત ફરી ગઈ.

એબી ડી વિલિયર્સ અને જેજે એસએમટ્સે મચાવી ધૂમ

આ પછી એબી ડી વિલિયર્સ અને જેજે એસએમટ્સે માત્ર 33 બોલમાં 71 રન બનાવ્યા. એસએમટ્સે 17 બોલમાં 30 રન બનાવ્યા, જ્યારે એબી ડી વિલિયર્સ 30 બોલમાં 63 રન બનાવીને અણનમ પાછો ફર્યો, તેને પોતાની તોફાની ઈનિંગમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. સાઉથ આફ્રિકાની ટીમનો સ્કોર 208 સુધી પહોંચાડવામાં એબી ડી વિલિયર્સે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું, આખી ટીમે મળીને 19 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા.

ભારતીય બોલર્સનું નિરાશાજનક પ્રદર્શન

ભારતીય બોલિંગની વાત કરીએ તો વિનય કુમાર સૌથી મોંઘો સાબિત થયો, જેને 3 ઓવરમાં 44 રન આપ્યા. સ્ટુઅર્ટ બિન્ની અને ઈરફાન પઠાણે 1-1 ઓવર ફેંકી, પરંતુ કોઈ વિકેટ લઈ શક્યા નહીં. પિયુષ ચાવલા અને યુસુફ પઠાણે 2-2 વિકેટ લીધી, જ્યારે અભિમન્યુ મિથુને એક વિકેટ લીધી.


  • Follow us on: