પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા ક્ષેત્રમાં શનિવારે એક ક્રિકેટ ગ્રાઉન્ડમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. તેનાથી આખું મેદાન હચમચી ગયું હતું અને 1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ પછી, નાસભાગ મચી ગઈ હતી અને દર્શકોની ચીસો સંભળાઈ હતી. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
પાકિસ્તાનમાં મેચ દરમિયાન બોમ્બ વિસ્ફોટ
ખૈબર પખ્તુનખ્વા ક્ષેત્રના બાજૌર જિલ્લામાં સ્થિત ખાર તહસીલમાં આવેલા કસોર ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક વિસ્ફોટ થયો અને એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું. આ ઉપરાંત કેટલાક અન્ય લોકો ઘાયલ થયા. પોલીસે જણાવ્યું કે આ હુમલો IED દ્વારા કરવામાં આવ્યો હતો. એવું પણ સામે આવ્યું છે કે આ આતંકવાદી હુમલો કોઈને નિશાન બનાવવાના પ્રયાસમાં કરવામાં આવ્યો હતો. જોકે, હજુ સુધી કોઈ આતંકવાદી જૂથે આ ઘટનાની જવાબદારી લીધી નથી. પોલીસનું માનવું છે કે આ આતંકવાદી હુમલો શરૂ કરાયેલા ઓપરેશન સરબકાફના જવાબમાં થયો હતો. તેનો વીડિયો હવે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.













